• Home
  • News
  • સંસદમાં સુરક્ષા ચૂક : સ્મોક એટેક કરનારા 4 આરોપી સામે આતંકવાદનો આરોપ, 7 દિવસના રિમાંડ મંજૂર
post

આરોપમાં કહેવાયું કે આ ચારેય લોકોએ ડર ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-14 20:25:52

સંસદમાં સ્મોક બોમ્બ વડે એટેક (Smoke Bomb Attack) કરનારા ચારેય આરોપીઓના સાત દિવસના પોલીસ રિમાંડમાં મોકલી દીધા છે. પોલીસે તેમના 15 દિવસના રિમાંડ માગ્યા હતા. પછી પટિયાલા હાઉસ કોર્ટ તરફથી સાત દિવસના રિમાંડ મંજૂર કરવામાં આવ્યા. સાથે જ એ પણ કહેવાયું કે રિમાંડની જરૂર પડતાં તેમાં વધારો કરવામાં આવશે. ફરિયાદ પક્ષે ધરપકડ કરાયેલા ચારેય લોકો સામે આતંકવાદનો આરોપ મૂક્યો છે. આરોપમાં કહેવાયું છે કે આ ચારેય લોકોએ ડર ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. 

અત્યાર સુધી 5ની ધરપકડ, મુખ્ય ષડયંત્રકાર ફરાર 

ઉલ્લેખનીય છે કે લોકસભામાં ઘૂસનારા બંને લોકોની ઓળખ સાગર શર્મા અને મનોરંજન ડી તરીકે થઈ હતી. સાગરે ભાજપથી મૈસૂરના લોકસભા સાંસદ પ્રતાપ સિમ્હાના પાસ પર લોકસભામાં એન્ટ્રી મેળવી હતી. જ્યારે સંસદની બહારથી પકડાયેલા લોકોની ઓળખ નીલમ દેવી અને અમોલ શિંદે તરીકે થઇ હતી. 5માં આરોપીની ઓળખ વિશાલ તરીકે થઈ હતી જેની અટકાયત કરી લેવામાં આવી હતી. ચારેય આરોપી ગુરુગ્રામમાં તેના જ ઘરે રોકાયા હતા. અત્યાર સુધી મુખ્ય ષડયંત્રકાર લલિત ઝા પોલીસના સકંજાથી બહાર છે. ચારેય આરોપીઓના ફોન પણ કબજે કરી લેવામાં આવ્યા હતા. 


adv

Related News

post
post
post
post
post
post
post