• Home
  • News
  • કોરોનાની બેકાબૂ ગતિ પર PM Modi આજે કરશે મહામંથન, આ મુદ્દાઓ પર લઇ શકે નિર્ણય
post

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ની બેકાબૂ ગતિ પર રોક લગાવવાના ઉપાયો પર ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે (30 એપ્રિલ) મંત્રીમંડળ સાથે બેઠક કરશે. વર્ચુઅલ રીતે સવારે 11 વાગે યોજાનારી આ બેઠકમાં કેબિનેટ સ્તર પર મંત્રીઓ ઉપરાંત સ્વતંત્ર પ્રભાર અને રાજ્યમંત્રી પણ ભાગ લેશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-30 10:56:21

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ની બેકાબૂ ગતિ પર રોક લગાવવાના ઉપાયો પર ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે (30 એપ્રિલ) મંત્રીમંડળ સાથે બેઠક કરશે. વર્ચુઅલ રીતે સવારે 11 વાગે યોજાનારી આ બેઠકમાં કેબિનેટ સ્તર પર મંત્રીઓ ઉપરાંત સ્વતંત્ર પ્રભાર અને રાજ્યમંત્રી પણ ભાગ લેશે. 

બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરશે પીએમ મોદી
કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન કેંદ્રીય મંત્રીમંડળની આ પહેલી બેઠક હશે. બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) વિભિન્ન રાજ્યોમાં મહામારીની સ્થિતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની ઉપલબ્ધતા ઉપરાંત વિભિન્ન કોરોના વેક્સીનના રસીકરણની સ્થિતિ અને જરૂરી દવાઓની ઉપલબ્ધતા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે. 

પીએમ મોદી સેના પ્રમુખ સાથે કરી ચૂક્યા છે બેઠક
આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ગુરૂવારે સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે (MM Naravane) સાથે કોવિડ 19 મેનેજમેન્ટને લઇને બેઠક કરી હતી, જેમાં તેમણે સેના દ્વારા ભરવામાં આવેલા પગલાં અન્ય તૈયારીઓ વિશે સમીક્ષા કરી. આ દરમિયાન સેના પ્રમુખ નરવણેએ વિભિન્ન ભાગોમાં અસ્થાયી હોસ્પિટલ બનાવી રહ્યા છે. 

ભારતમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 31 લાખની આસપાસ
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધતું જાય છે અને સંક્રમિતોની કુલ સંખ્યા 1 કરોડ 83 લાખ 76 હજાર 524 થઇ ગઇ છે. જ્યારે 2 લાખ 4 હજાર 823 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. દેશભરમાં અત્યાર સુધી કોવિડ 19થી 1 કરોડ 50 લાખ 86 હજાર 878 લોકો સાજા થયા છે. જોકે ગત કેટલાક દિવસોમાં સ્વસ્થ હોવાનો દર સતત ઘટી રહ્યો છે અને આ 82.1 ટકા રહી ગયો છે. આ સાથે જ એક્ટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને દેશભરમાં 30 લાખ 84 હજાર 814 લોકોની સારવાર કરાવી રહ્યા છે. જો કુલ સંક્રમિતોની સંખ્યાના 16.79 ટકા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post