• Home
  • News
  • દેશનો રાજકીય નકશો:ભાજપના ખાતામાં આ વખતે ફક્ત પુડુચેરી; હવે 49% વસ્તી ધરાવતા 18 રાજ્યમાં NDA, ઈન્દિરાના સમયમાં 17 રાજ્યોમાં કોંગ્રેસ સરકાર હતી
post

હકીકતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ રાજ્યોમાં ભાજપ અથવા સાથી પક્ષોની સરકારોની તુલના ઈન્દિરા ગાંધીના સમય સાતે કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-03 12:20:10

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો લગભગ સ્પષ્ટ થઈ ચુક્યા છે. તેમા ભારતના રાજકીય નકશા પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાથી પક્ષો (NDA)ને એક રાજ્યનો લાભ થતો જોવા મળે છે. જોકે કે તે કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીના સહારે છે. અહીં ભાજપ અને તેના સહયોગી પક્ષની સરકાર બને તેવી પૂરી શક્યતા જોવા મળે છે. આ સાથે દેશમાં ભાજપ અને તેના સાથી પક્ષોની સરકાર ધરાવતા પ્રદેશોની સંખ્યા 18 થઈ જશે. જોકે, વસ્તી અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો પુડ્ડુચેરી ખૂબ જ નાનુ રાજ્ય છે.

આ અગાઉ નવેમ્બર, 2020માં યોજાયેલી બિહાર ચૂંટણી બાદ દેશના 49 ટકા વસ્તી અને 52 ટકા ક્ષેત્ર ધરાવતા 17 રાજ્યમાં ભાજપ અને તેના સાથી પક્ષોની સરકાર હતી, જોકે ભાજપનો સર્વશ્રેષ્ઠ દેખાવ 2018માં હતો, જ્યારે NDAની દેશમાં 21 રાજ્યોમાં સરકાર હતી, ત્યારે દેશની 71 ટકા વસ્તી અને 80 ટકા વિસ્તાર પર ભાજપ કે NDAની સત્તા હતા. તેની તુલના ઘણી વખત ઈન્દિરા ગાંધીના સમય સાથે કરવામાં આવે છે, જ્યારે કોંગ્રેસની દેશના મોટાભાગના રાજ્યોમાં સરકાર હતી.

હકીકતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ રાજ્યોમાં ભાજપ અથવા સાથી પક્ષોની સરકારોની તુલના ઈન્દિરા ગાંધીના સમય સાતે કરી હતી. ડિસેમ્બર,2017માં જ્યારે ભાજપ ગુજરાત અને હિમાચલમાં જીત્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદીય પક્ષની બેઠકમાં ગર્વ સાથે કહ્યું હતું કે ઈન્દિરા ગાંધી જ્યારે સત્તામાં હતા ત્યારે કોંગ્રેસ સરકાર 18 રાજ્યોમાં હતી (જોકે, તે સમયે કોંગ્રેસ 17 રાજ્યમાં હતી), પણ જ્યારે અમે સત્તામાં છીએ તો ભાજપ 19 રાજ્યમાં છે.

જોકે ત્યારે રાજ્યોનું વિભાજન થયું ન હતું, માટે કોંગ્રેસની સત્તાવાળા 17 રાજ્યોમાં દેશની 88 ટકા વસ્તી હતી. તેનું ક્ષેત્રફળ પણ 94 ટકા હતું. ચાલો પાંચ રાજ્યના ચૂંટણી પરિણામો આવી રહ્યા છે ત્યારે આપણે રાજકીય નકશા પર શું મહત્વનું પરિવર્તન આવ્યું છે તે જોઈએ...

ઈન્દિરા ગાંધીના સમયમાં કોંગ્રેસનો શ્રેષ્ઠ દેખાવ

સ્વતંત્ર ભારતમાં જ્યારે રાજ્યોમાં ચુંટણી થઈ ત્યારે કોંગ્રેસ દેશની એકમાત્ર પાર્ટી હતી. ત્યારે કેન્દ્રની સાથે દેશના 21 રાજ્યોમાં આ પાર્ટીનું શાસન હતું. ત્યારે દેશ અનેક પરિવર્તનમાંથી પસાર થતો હતો. અનેક રજવાડા દેશમાં સામેલ થઈ હતી. વર્ષ 1967ની ચૂંટણીમાં કોંગ્રેસને આકરી ટક્કર મળી અને પાર્ટી 11 રાજ્યમાં સમેટાઈ ગઈ.

જોકે, ઈન્દિરા ગાંધીના સમયમાં કોંગ્રેસે રાજકીય દાવપેચ સાથે પરત ફરી. ઈન્દિરા ગાંધીના રાજકીય કૌશલને લીધે પાર્ટીએ 17 મુખ્ય રાજ્યો પર જીત હાંસલ કરી. તે સમયે કુલ 22 રાજ્યોમાં હતી. બાકીના પાંચ રાજ્યો પૈકી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હતું. નાગાલેન્ડમાં નાગા નેશનાલિસ્ટ ઓર્ગેનાઈઝેશન, ઓડિશા (ત્યારે ઓડીશા)માં યુનાઈટેડ ફ્રન્ટ, તમિલનાડુ (ત્યારે મદ્રાસ)માં દ્રમુક અને ગોવામાં ગોમાંતક પાર્ટીની સરકાર હતી.

માર્ચ 2018માં ભાજપ રાજ્યની સંખ્યાની બાબતમાં ઈન્દિરા ગાંધીથી આગળ નિકળ્યા
મે,2014માં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી. ત્યારબાદ 30 વિધાનસભા ચૂંટણી બાદ NDA17 મુખ્ય રાજ્યોમાં જીત હાંસલ કરી હતી. માર્ચ 2018માં ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં સરકાર બનાવી NDA 21 રાજ્યોમાં પહોંચી ગઈ. અહીં ભાજપ અને તેના ગઠબંધન NDA સર્વોચ્ચ દેખાવ ધરાવતી હતી. ત્યારબાદ ભાજપ સ્વતંત્રતા બાદની કોંગ્રેસના રાજ્યોની સમકક્ષ આવી ગઈ. ત્યારે ભાજપ ઈન્દિરા ગાંધીના સમયની કોંગ્રેસની બરોબરીથી ઉભર્યું હતું.

માર્ચ 2018 બાદથી ભાજપનો વિજય રથ કર્ણાટકથી અટકવાનો શરૂ થયો. કર્ણાટકમાં મે 2018માં ચૂંટણી યોજાઈ હતી. ભાજપ યેદિયુરપ્પાએ શપથ પણ લીધા હતા, જોકે બહુમતી નહીં મળતા રાજીનામુ આપવું પડ્યું હતું. જોકે, એક વર્ષમાં જ કોંગ્રેસ અને જનતાદળ (સેક્યુલર)ના કેટલાક ધારાસભ્યો ભાજપમાં આવી ગયા હતા. તે સંજોગોમાં કર્ણાટકમાં ભાજપ સત્તા પર પરત ફર્યું હતું.

આ રીતે ડિસેમ્બર,2018માં જ્યારે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ, તો ભાજપના હાથમાંથી ત્રણ રાજ્ય નિકળી ગયા, માર્ચ,2020માં મધ્ય પ્રદેશમાં કર્ણાટકની માફક કોંગ્રેસના 22 ધારાસભ્ય ભાજપમાં આવી ગયા. રાજ્યમાં 15 મહિના બાદ પાર્ટીએ સત્તા ફરી સંભાળી. ઓક્ટોબર,2019માં હરિયાણામાં પણ ભાજપની હાર થઈ. બાદમાં તેણે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીની મદદથી સરકાર બચાવી.

વર્ષ 2019માં મહારાષ્ટ્ર અને ઝારખંડ ભાજપના હાથમાંથી નિકળી ગયા. 2020માં દિલ્હીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો, જોકે બિહારમાં NDA સત્તા બચાવવામાં સફળતા મળી અને નવેમ્બર,2020 સુધી પાર્ટી 17 રાજ્યમાં સમેટાઈ ગઈ.

વર્ષ 2019ની સામાન્ય ચૂંટણી બાદ 10માં NDA 4 રાજ્ય જ જીતી શક્યું, હવે 18 રાજ્યમાં સત્તામાં રહેશે

સામાન્ય ચૂંટણી 2019 બાદ અત્યાર સુધી 10 વિધાનસભા ચૂંટણીમાં NDAને ફક્ત ચાર રાજ્યમાં જીત મળી છે. હવે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપ આસામમાં સત્તા બચાવી શકી અને પુડ્ડુચેરીમાં જીત તરફ આગળ વધી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post