• Home
  • News
  • પ્રિયંકા ગાંધીની મુશ્કેલી વધી: મની લોન્ડરિંગ મામલે પહેલી વખત EDની ચાર્જશીટમાં નામ
post

EDએ આ મામલે રોબર્ટ વાડ્રા પર પણ આરોપ લગાવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-28 19:24:35

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી મોટા મુશ્કેલીમાં ફસાતા નજર આવી રહ્યા છે. EDએ મની લોન્ડરિંગ મામલે પોતાની ચાર્જશીટમાં પ્રિયંકા ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો છે. EDએ આ મામલે રોબર્ટ વાડ્રા પર પણ આરોપ લગાવ્યા છે.

આ છે આરોપ

EDનું કહેવું છે કે, 2006માં પ્રિયંકા અને રોબર્ટ વાડ્રાએ દિલ્હી સ્થિત રિયલ એસ્ટેટ એજન્ટ એચએલ પાહવા પાસેથી હરિયાણાના ફરીદાબાદમાં પાંચ એકર કૃષિ જમીન ખરીદી હતી અને એ જ જમીનને ફેબ્રુઆરી 2010માં વેંચી નાખી હતી.

પહેલી વખત EDની ચાર્જશીટમાં આવ્યું નામ

EDએ પોતાની ચાર્જશીટમાં પ્રથમ વખત કોંગ્રસ નેતા પ્રિયંકા ગાંધીનું નામ આપ્યુ છે. એજન્ટ પાહવા એ જ વ્યક્તિ છે જેણે એનઆરઆઈ બિઝનેસમેન સીસી થમ્પીને પણ જમીન વેચી હતી. તેની સાથે સંબંધિત બીજા મામલે ભાગેડુ હથિયાર ડીલર સંજય ભંડારી બી સામેલ છે. જેની વિરુદ્ધ મની-લોન્ડરિંગ, વિદેશી ચલણ અને કાળા નાણાના કાયદાના ઉલ્લંઘન અને સત્તાવાર ગુપ્ત કાયદા હેઠળ એજન્સીઓ તપાસ કરી રહી છે. ભંડારી 2016માં ભારતથી બ્રિટેન ભાગી ગયો હતો. થમ્પી પર બ્રિટિશ નાગરિક સુમિત ચઢ્ઢા સાથે મળીને ભંડારીને કાળું નાણું છુપાવવામાં મદદ કરવાનો આરોપ છે.

રોબર્ટ વાડ્રા પર પણ આરોપ

EDએ આ કેસ સાથે સંબંધિત તેની પ્રથમ ચાર્જશીટમાં થમ્પીના કથિત નજીકના સહયોગી તરીકે રોબર્ટ વાડ્રાનું નામ સામેલ કર્યું છે. તાજેતરની ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, પાહવાને જમીન લેવા માટે એકાઉન્ટ બુકમાંથી રોકડ આપવામાં આવી હતી. એવું પણ જાણવા મળ્યું  છે કે રોબર્ટ વાડ્રાએ પાહવાને વેચાણ માટે સંપૂર્ણ ચુકવણી નહોતી કરી.




adv

Related News

post
post
post
post
post
post
post