• Home
  • News
  • રણવીર સિંહ ફોટોશૂટ વિવાદ:'ન્યૂડ થવા માટે કેટલા રૂપિયા લીધા?' પોલીસે એક્ટરની બે કલાક આકરી પૂછપરછ કરી
post

રણવીર વિરુદ્ધ મુંબઈની એક સ્વૈચ્છિક સંસ્થાએ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-29 18:58:56

રણવીર સિંહે જુલાઈ મહિનામાં પીપલ મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું અને તેની પર કેસ કરવામાં આવ્યો હતો. રણવીર સિંહે હવે આ કેસમાં પોતાનું નિવેદન આપ્યું છે. રણવીર સિંહની 22 ઓગસ્ટે પૂછપરછ થવાની હતી, પરંતુ તેણે વધુ સમય માગ્યો હતો.

બે કલાક સુધી રોકાયો
આજે એટલે કે 29 ઓગસ્ટના રોજ રણવીર સિંહ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં સવારે સાત વાગે આવ્યો હતો. અહીં બે કલાક સુધી રણવીર સિંહે પોતાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવ્યું હતું. ઇન્સ્પેક્ટર જયકુમાર સૂર્યવંશીએ કહ્યું હતું કે રણવીરને 10 સવાલ પૂછવામાં આવ્યા હતા. રણવીરે પોતાને નિર્દોષ ગણાવ્યો હતો. તેણે કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ જમા કરાવ્યા છે. મીડિયા તથા ભીડથી બચવા માટે રણવીરે બે દિવસ પહેલાં જ ઉચ્ચ પોલીસ અધિકારી સાથે વાત કરીને સવારનો ટાઇમ ફિક્સ કરાવ્યો હતો.

તપાસમાં સહયોગ આપીશ
તમામ સવાલોના જવાબ આપતાં રણવીરે કહ્યું હતું, 'મને આ વાતનો સહેજ પણ અંદાજો નહોતો કે આ પ્રકારનું ફોટોશૂટ મારા માટે મુસીબત ઊભી કરી દશે, મારો હેતુ કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો. મેં એક જનરલ ફોટોશૂટની જેમ જ આ ફોટોશૂટ કર્યું હતું.'

ફોટોશૂટને સો.મીડિયામાં શૅર કરવાના સવાલ પર એક્ટરે કહ્યું હતું, 'હું માત્ર એટલું જ ઈચ્છતો કે આ વધુ ને વધુ લોકો સુધી પહોંચી, આ જ કારણે મેં સો.મીડિયામાં તસવીરો શૅર કરી હતી. મેં કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા માટે તસવીરો પોસ્ટ કરી નહોતી.' રણવીરે તપાસમાં સહયોગ આપવાની વાત કહી હતી. પોલીસને જરૂર લાગશે તો બીજીવાર રણવીરને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે.

3 કલમ હેઠળ FIR
નોંધનીય છે કે રણવીર વિરુદ્ધ મુંબઈની એક સ્વૈચ્છિક સંસ્થાએ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. સ્વૈચ્છિક સંસ્થાએ કહ્યું હતું કે રણવીરે પોતાના ન્યૂડ ફોટોથી મહિલાઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે અને તેમનું અપમાન કર્યું છે, આથી આ તસવીરો હટાવવામાં આવે. આ સાથે જ રણવીરની ધરપકડની માગણી પણ કરી હતી. રણવીર વિરુદ્ધ 509, 292, 293 તથા IT એક્ટની 67A હેઠળ કેસ કરવામાં આવ્યો છે.

પાંચ વર્ષની સજાની જોગવાઈ
ફરિયાદ બાદ મુંબઈ પોલીસે 48 કલાકનો સમય માગ્યો હતો. ત્યાર બાદ રણવીર વિરુદ્ધ કેસ કર્યો હતો. કલમ 292 હેઠળ પાંચ વર્ષ, કલમ 293 હેઠળ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. IT એક્ટ 67A હેઠળ પાંચ વર્ષની સજાની જોગવાઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post