• Home
  • News
  • પત્ની લિઝેલે હોસ્પિટલથી વીડિયો શેર કર્યો, હાર્ટ અટેક આવ્યા બાદ રેમોએ પહેલીવાર સોન્ગ પર પગ થીરકાવ્યા
post

રેમોને VIP જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-15 12:10:24

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને શુક્રવારે હાર્ટ અટેક આવ્યા બાદ મુંબઈમાં કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. તેની તબિયત સુધરી રહી છે. રેમોની પત્ની લિઝેલે સોમવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તેની હેલ્થ અપડેટ આપી છે. આ વીડિયોમાં રેમો ગીત પર તેના પગ થીરકાવતો દેખાઈ રહ્યો છે. આ વીડિયોથી ખબર પડે છે કે રેમો ઝડપથી રિકવર થઇ રહ્યો છે.

વીડિયો શેર કરી લિઝેલે લખ્યું, પગથી નાચવું એક વાત છે અને દિલથી નાચવું એક એલગ વાત છે. રેમો ડિસોઝા. પ્રાર્થનાઓ અને આશીર્વાદ માટે તમારા બધાનો આભાર. જણાવી દઈએ કે રેમોના ફેન્સ અને બોલિવૂડના ઘણા સેલેબ્સ તે જલ્દી સાજો થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ વચ્ચે અમિતાભ બચ્ચને પણ રેમો માટે એક પોસ્ટ શેર કરી હતી. અમિતાભે એક ફેન દ્રારા શેર કરેલા વીડિયોને શેર કર્યો હતો. આ વીડિયો રિયાલિટી શો નો છે. તેમાં અમુક પાર્ટિસિપન્ટે પરફોર્મ કર્યું હતું અને રેમો તેના વખાણ કરી રહ્યો હતો. આના પર પ્રતિક્રિયા આપતા બિગ બીએ લખ્યું, 'તમે જલ્દી સ્વસ્થ થઇ જાઓ, મારી પ્રાર્થના તમારી સાથે છે.'

રેમોને VIP જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો
રિપોર્ટ્સ મુજબ, રેમોને 11 ડિસેમ્બરે હાર્ટ અટેક આવ્યા પછી ઇમરજન્સી વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. ત્યાં તેની એન્જિયોપ્લાસ્ટી કરી બ્લોકેજ હટાવવામાં આવ્યો. અંદાજે એક કલાક ઓપરેશન ચાલ્યા બાદ તેને ICU વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો. ડોક્ટર્સે તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યો છે. પહેલે જ દિવસે રેમો દવાઓ પર પોઝિટિવ રિસ્પોન્સ આપી રહ્યો છે અને અત્યારે તેની હાલત ઘણી સ્થિર છે. હવે તેને VIP જનરલ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. જ્યાં તેની પત્ની લિઝેલ તેની સાથે હંમેશાં રહે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post