• Home
  • News
  • રિયા ચક્રવર્તી અને એક બિલિયર્ડ્સ પ્લેયર વચ્ચે ડ્રગ્સને લઈને વાતચીત થઇ હતી, ભાઈ શોવિકના ડ્રગ પેડલર સાથેના સંબંધ સામે આવ્યા
post

સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરનારી NCBએ 2 ડ્રગ પેડલર્સને કસ્ટડીમાં લીધા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 09:53:42

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ NCB તપાસ કરી રહી છે. મુંબઈમાં બે લોકોને અરેસ્ટ પણ કરવામાં આવ્યા છે. તેમાંના એકને આજે મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં હાજર કરવામાં આવશે. આ કેસમાં ઋષભ ટક્કર નામના એક પ્લેયરનું નામ પણ સામે આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રિયા અને તેની વચ્ચે ડ્રગ્સને લઈને વાતચીત થઇ હતી. તેના આધારે EDની ટીમે ઋષભની મંગળવારે 8 કલાક પૂછપરછ કરી.

મુંબઈમાં જુહુમાં રહેનારો ઋષભ ટક્કર બિલિયર્ડ્સ અને સ્નૂકર જેવી ગેમ્સનો નેશનલ લેવલ પ્લેયર રહી ચૂક્યો છે. જે ચેટ સામે આવી છે તેમાં ઋષભ રિયા સાથે ડૂબીને લઈને વાત કરી રહ્યો હતો. ચેટમાં તેઓ એક વ્યક્તિને પૈસા આપવાની અને કોન્ટ્રાબેન્ડ લઇ જવાની વાત કરી રહ્યા છે. હવે ઋષભના બોલિવૂડ ફ્રેન્ડ સર્કલને પણ સકંજામાં લઇ શકાય છે. તે જાણવાની ટ્રાય કરવામાં આવશે કે શું રિયાએ ઋષભ પાસેથી કોઈવાર કોન્ટ્રાબેન્ડ લીધા હતા કે નહીં.

2 નેતા અને એક ફિલ્મમેકર સામેલ હોવાની અટકળ
સુશાંત કેસમાં NCB2 ડ્રગ પેડલર્સને કસ્ટડીમાં લીધા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, NCBની રડારમાં હવે બે રાજકારણી, એક એક્ટર અને એક ફિલ્મમેકર પણ સામેલ છે.

NCB પ્રમુખ રાકેશ અસ્થાના પણ મુંબઈમાં
NCB
પ્રમુખ રાકેશ અસ્થાના પણ મુંબઈમાં છે અને આ કેસને ઝીણવટપૂર્વક તપાસી રહ્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટેન્સ એક્ટની ધારાઓ 20, 27 અને 29 હેઠળ કેસ ફાઈલ કર્યો છે. આ ધારા ગેરકાયદેસર ડ્રગ્સની ખરીદી અને સપ્લાયના ગુના માટેની છે. જોકે આ ધારાઓમાં કોઈને હજુ નથી બોલાવવામાં આવ્યા પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ રિયાને પહેલા બોલાવવામાં આવી શકે છે.

રિયાના ભાઈના ડ્રગ પેડલર સાથેના સંબંધના ખુલાસા
મીડિયા રિપોર્ટ્સ મુજબ, રિયાના ભાઈ શોવિકના ડ્રગ પેડલર જૈદ વિલાત્રા સાથે સંબંધ હતા. જૈદને મંગળવારે મુંબઈમાં અરેસ્ટ કરવામાં આવ્યો. તેની પૂછપરછમાં ખબર પડી કે તે બાસિત પરિહાર અને સૂર્યદીપ મલ્હોત્રા નામના બે લોકોના ટચમાં હતો. ED પાસે આ બંને અને શોવિક વચ્ચે થયેલી ચેટ છે.

શોવિકે મિરાન્ડાને જૈદનો નંબર આપ્યો હતો
17
માર્ચ, 2020ના રોજ શોવિકે સેમ્યુઅલ મિરાન્ડાને જૈદનો મોબાઈલ નંબર આપ્યો અને 5 ગ્રામ ડ્રગ્સના 10 હજાર રૂપિયા આપવા કહ્યું હતું. ત્યારપછી સેમ્યુઅલ મિરાન્ડાએ પહેલીવાર જૈદનો સંપર્ક કર્યો. જૈદે પૂછપરછમાં જણાવ્યું કે તેણે 10 હજાર રૂપિયા લીધા હતા અને 5 ગ્રામ ડ્રગ્સ બે લોકોને આપી દીધા જે લેવા આવ્યા હતા. આ જાણકારીને ચેક કરવા માટે તપાસ કરવામાં આવી તો મોબાઈલ લોકેશનથી ખબર પડી કે જૈદ અને સેમ્યુઅલ મિરાન્ડા 17 માર્ચ, 2020ના રોજ એક જ લોકેશન પર હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post