• Home
  • News
  • RT-PCR ટેસ્ટ વિશ્વસનીય પરંતુ ઝડપી પરિણામ રેપિડ એન્ટિજન ટેસ્ટ આપે છે, તે ભારતમાં કોરોના ટેસ્ટિંગની ગતિમાં કેવી રીતે વધારો કરી રહ્યો છે જાણો
post

એન્ટિજન ટેસ્ટમાં જો દર્દી નેગેટિવ આવ્યો તો ખાતરી માટે RT-PCR ટેસ્ટ કરાવવો જોઇએ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-11 12:00:26

ભારતમાં કોરોના વાઇરસની ટેસ્ટિંગની સંખ્યા 2 કરોડનો આંકડો વટાવી ગઈ છે. તેનું એક મોટું કારણ ટેસ્ટિંગમાં રેપિડ એન્જિન ટેસ્ટ (RAT) ટેક્નોલોજી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાનુસાર, દેશમાં અત્યાર સુધી તયેલાકુલ ટેસ્ટમાં એન્ટિજન ટેસ્ટની સંખ્યા 26.5 લાખ છે. એન્ટિજન ટેસ્ટ RT-PCR ટેક્નોલોજી કરતાં સસ્તો અને ઝડપી છે. જો કે,આ ટેસ્ટમાં ખોટું રિઝલ્ટ આવવાની શક્યતા પણ છે.

એન્ટિજન ટેસ્ટિંગ શું છે?
એન્ટિજેન ટેસ્ટને રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ પણ કહેવાય છે. એન્ટિજેન ટેસ્ટ પ્રોસેસ દરમિયાન દર્દીની લાળને નમૂના તરીકે લેવામાં આવે છે. આ અંતર્ગત વ્યક્તિના શરીરમાં વાઇરસ છે કે નહીં તે ફ્લોરોસન્સ ઇમ્યુનોએસે મેથડ દ્વારા શોધવામાં આવે છે.

મોટી સંખ્યામાં ફિઝિશિયન્સ એન્ટિજ ટેસ્ટને ટેકો આપી રહ્યા છે. સતત વધી રહેલી RATની સંખ્યાએ ભારત સરકારનું ટેસ્ટિંગ વધારવા, શરૂઆતમાં ચેપ શોધી કાઢવા, ચેપગ્રસ્તોનું મેનેજમેન્ટ અને કોન્ટેક્ટ્સના આઇસોલેશનમાં ઘણી મદદ કરી છે.

એન્ટિજન ટેસ્ટ કેટલા સચોટ હોય છે?
અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યાનુસાર, મોલીક્યુલર ટેસ્ટ કરતાં એન્ટિજન ટેસ્ટ વધારે ઝડપથી રિઝલ્ટ આપે છે. જો કે,એન્ટિજનમાં કોઈ એક્ટિવ ઇન્ફેક્શન કેસ ચૂકી જવાની શક્યતા વધારે હોય છે.

જો એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યો તો આ રિઝલ્ટ ખોટું પણ હોઈ શકે છે. તેની ખાતરી કરવા માટે RT-PCR ટેસ્ટ કરવાની જરૂર હોય છે. આ ટેસ્ટની સૌથી ખાસ વાત એ છે કે, આ ટેસ્ટ ઝડપથી થાય છે અને એ જ જગ્યાએ ડિવાઇસની મદદથી કરી શકાય છે.

જો એન્ટિજન ટેસ્ટ નેગેટિવ હોય તો PCR ટેસ્ટ થવો જોઇએઃ ICMR
ICMR
23 જૂનના રોજ કોવિડ-19ની નવી ગાઇડલાઇન બહાર પાડી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, એક એન્ટિજન ટેસ્ટમાં પોઝિટવ આવેલી વ્યક્તિને ખરેખર ચેપગ્રસ્ત માનવો જોઇએ. પરંતુ કોઈ વ્યક્તિમાં જો લક્ષણો દેખાઈ રહ્યા હોય અને રિઝલ્ટ નેગેટિવ હોય તો તેનો PCR ટેસ્ટ કન્ફર્મ કરવો જોઇએ.

ICMRના જણાવ્યાનુસાર, સંપૂર્ણ પબ્લિક હેલ્થ મશીનરી કોવિડ-19 દર્દીઓનો ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ કરવામાં લાગેલી છે. આવી સ્થિતિમાં SARS-CoV-2 પ્રારંભિક સમયમાં જાણવા માટે એન્ટિજન આધારિત એસેજને પોઇન્ટ ઓફ કેર ટેસ્ટ તરીકે ટેસ્ટ કરવો બહુ જરૂરી છે. ICMRના જણાવ્યાનુસાર, SARS-CoV-2 શોધવા માટે રિયલ ટાઇમ રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્શન પોલિમરેજ ચેન રિએક્શન (RT-PCR) ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે.

આ ટેસ્ટ માટે લેબ હોવી જરૂરી નહીં
ICMR
એ ભારતમાં સાઉથ કોરિયાની કંપની SD બાયો સેન્સરની એન્ટિજન ડિટેક્શન કીટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધઈ છે. તેને સ્ટાન્ડર્ડ ક્યૂ કોવિડ-19 એજી ડિટેક્શન કીટ પણ કહેવાય છે. આ કીટમાં ઇનબિલ્ટ એન્ટિજન ટેસ્ટ ડિવાઇસ, વાઇરલ લાયસિસ બફર સાથે વાઇરલ કાઢવા માટે ટ્યૂબ અને સેમ્પલ કલેક્ટ કરવા માટે સ્ટિરોઇડ સ્વેબ આવે છે.

ICMRએ સલાહ આપતા જણાવ્યું કે, આ ટેસ્ટને મેડિકલ એક્સપર્ટની દેખરેખમાં જ કરવો જોઇએ. આ ઉપરાંત, ICMRએ ઇન્ડિયન કંપની લેબકેર ડાયગ્નોસ્ટિક લિમિટેડની કોવિડ 19 એન્ટિજન લેટરલ ટેસ્ટ ડિવાઇસ અને બેલ્જિયમની કોવિડ 19 એજી સ્ટ્રિપ અપ્રૂવ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post