• Home
  • News
  • વિજ્ઞાનીઓએ બનાવ્યો રંગીન કપાસ, ભવિષ્યમાં કેમિકલથી કપડાં રંગવાની જરૂર નહીં પડે, શરીર-પર્યાવરણ બંને સુરક્ષિત રહેશે
post

ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓનો દાવો- કપાસના આણ્વિક જિનેટિક કલર કોડને શોધી કાઢ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-29 10:27:56

કેનબેરા: ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ રંગીન કપાસ વિકસાવવામાં સફળતા મળ્યાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે, આ સંશોધનથી હવે કપડામાં રાસાયણિક રંગોનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે.

કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને કહ્યું છે કે, અમે કપાસના આણ્વિક રંગના જિનેટિક કોડ શોધવામાં સફળતા હાંસલ કરી છે. હાલ અમે જુદા જુદા રંગના છોડના ટિસ્યૂ તૈયાર કર્યા છે. હવે તેને ખેતરોમાં પણ ઉગાડાઈ રહ્યા છે. હવે અમે એવા કુદરતી કપાસની જાત તૈયાર કરી રહ્યા છે, જેના દોરાથી બનેલા કપડામાં કરચલી પણ નહીં પડે અને તેને સ્ટ્રેચ કરવા પણ સરળ હશે. તેનાથી સિન્થેટિક કપડાનો ઉપયોગ ઘટાડવામાં મદદ મળશે. 

વિજ્ઞાનીઓનું કહેવું છે કે, દુનિયાભરમાં હાલ 60%થી વધુ પોલિયેસ્ટર કપડાંનું ઉત્પાદન થઈ રહ્યું છે, જે 200 વર્ષ સુધી નાશ નથી પામતા. આ સાથે એક કિલો કપડું રંગવા માટે એક હજાર લિટર પાણીની જરૂર પડે છે. હવે આ કપાસથી બનેલું કપડું રાસાયણિક રંગોથી રંગવાની જરૂર નહીં પડે. આ સાથે તે શરીર અને પર્યાવરણ માટે પણ સારું છે. 

આ વિજ્ઞાની ટીમના વડા કોલિન મેકમિલન કહે છે કે, અમે કપાસના આણ્વિક જિનેટિક કલર કોડને એ રીતે રોપ્યો, જેનાથી છોડ પોતે જ જુદા જુદા રંગના કપાસ પેદા કરે. અમે તમાકુના છોડમાં તેનો પ્રયોગ કર્યો, તો પાંદડામાં રંગીન ધબ્બા ઊભરી આવ્યા. ત્યારે અમને વિચાર આવ્યો કે, આપણે જિનમાં કરીને કપાસ પણ બનાવી શકીએ. આ સંશોધન દુનિયાની ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીમાં પાયાનો ફેરફાર કરી શકે છે કારણ કે, હાલ આપણે જે ફાઈબર તૈયાર કરીએ છીએ, તે બાયોડિગ્રેડેબલ અને રિન્યુએબલ તો છે, પરંતુ રંગીન નથી. 

ભારતમાં ઘણાં પ્રયોગ, પરંતુ સફળતા ભૂરા અને લીલા રંગમાં જ મળી 
ભારતમાં રંગીન તપાસને લઈને ઘણાં પ્રયોગ થયા છે. જોકે, વિજ્ઞાનીઓને ભૂરા અને લીલા રંગ સિવાય બીજા રંગોમાં સફળતા નથી મળી. જોકે, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં પણ આવા સંશોધનો ચાલુ છે. નોર્ધન ઈન્ડિયા ટેક્સ્ટાઈલ રિસર્ચ એસોસિયેશને રંગીન કપાસમાં 15 પેટન્ટ પણ નોંધાવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post