• Home
  • News
  • શિલ્પા શેટ્ટીનો 10 વર્ષનો દીકરો બિઝનેસમેન બન્યો, હટકે વેન્ચર શરૂ કર્યું
post

વીડિયોના અંતમાં શિલ્પા શેટ્ટી જોવા મળે છે. તેણે પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું, 'મને તારી પર ગર્વ છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-29 19:05:32

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો દીકરો વિઆન રાજ કુંદ્રા માત્ર 10 વર્ષનો છે. આટલી નાની ઉંમરમાં વિઆને પોતાનો બિઝનેસ શરૂ કરી દીધો છે. તેણે પોતાનું પહેલું વેન્ચર સ્ટાર્ટ કર્યું છે. શિલ્પા શેટ્ટીએ સો.મીડિયામાં આ અંગે માહિતી આપી હતી. શિલ્પા શેટ્ટીએ દીકરાના સ્ટાર્ટઅપના આઇડિયા અંગે પણ વાત કરી હતી અને કસ્ટમાઇઝ્ડ સ્નીકર્સ પણ બતાવ્યા હતા.

વિઆનના સ્ટાર્ટઅપ અંગે
વિઆન રાજુ કુંદ્રાની બ્રાન્ડનું નામ VRKICKS રાખવામાં આવ્યું છે. આ કંપની કસ્ટમાઇઝ્ડ જૂતાં, કપડાં તથા બેગ બનાવી આપે છે. પ્રોડક્ટની કિંમત 4999 રૂપિયાથી શરૂ થાય છે. કંપનીની આવક શિલ્પા શેટ્ટીના ફાઉન્ડેશનને મળશે.

 

પ્રાઉડ મોમ શિલ્પાએ કહ્યું, વિઆન દાન કરશે
શિલ્પા શેટ્ટીએ સો.મીડિયામાં વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'મારા દીકરા વિઆન રાજનું પહેલું અને અનોખું બિઝનેસ વેન્ચર VRKICKS. કસ્ટમાઇઝ્ડ સ્નીકર્સ, નાના બાળકો તથા તેમના મોટા સપનાંને હંમેશાં પ્રોત્સાહિત કરવા જોઈએ. આઇડિયાથી લઈ વેન્ચરનો કોન્સેપ્ટ, ડિઝાઇન અને ત્યાં સુધી કે વીડિયો...બધું જ તેને બનાવ્યું. એન્ટ્રપ્રિનર તથા ડિરેક્ટર. તેણે નાની ઉંમરમાં મને વચન આપ્યું હતું કે તે થોડી આવક દાન કરશે. તે માત્ર 10 વર્ષનો છે. આ ઘણું જ અમેઝિંગ છે. તેણે મને નવાઈમાં મૂકી દીધી છે. ઓલ ધ બેસ્ટ. મારા દીકરા.'

શિલ્પાએ ખુશી વ્યક્ત કરી
વીડિયોના અંતમાં શિલ્પા શેટ્ટી જોવા મળે છે. તેણે પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું, 'મને તારી પર ગર્વ છે. આ ઘણું જ અમેઝિંગ વેન્ચર છે.' આ પોસ્ટ પર બોલિવૂડ સેલેબ્સે પણ કમેન્ટ્સ કરી હતી. ફરાહ ખાને કહ્યું હતું કે આત્મવિશ્વાસ તો જુઓ. અમિત સાધે કહ્યું હતું કે તેના સ્નીકર્સ ક્યાં છે? બસ આ જ રીતે આગળ વધતો રહે. શિલ્પાની બહેન શમિતાએ કહ્યું હતું કે તે કસ્ટમાઇઝ્ડ સ્નીકર્સ લેવા માટે ઉત્સુક છે. પ્રાઉડ માસી.

શિલ્પા-રાજે 2019માં લગ્ન કર્યા હતા
શિલ્પા શેટ્ટીએ 2009માં બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. 2012માં દીકરા વિઆનનો જન્મ થયો હતો. ત્યારબાદ સરોગસીની મદદથી દીકરી સમીશાનો જન્મ થયો હતો. ગયા વર્ષે રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં ફસાયો હતો અને બે મહિના જેલમાં રહ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ રાજ જ્યારે પણ પબ્લિક પ્લેસ પર આવે છે ત્યારે ચહેરો માસ્કથી ઢાંકીને રાખે છે.

શિલ્પા શેટ્ટી ડિજિટલ ડેબ્યૂ કરશે
શિલ્પા શેટ્ટી છેલ્લે 'નિકમ્મા' ફિલ્મમાં જોવા મળી હતી. હવે તે રોહિત શેટ્ટીની વેબ સિરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'માં કામ કરી રહી છે. આ સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા તથા વિવેક ઓબેરોય પણ છે.

adv

Related News

post
post
post
post
post
post
post