• Home
  • News
  • રડતાં સુશાંતનો વીડિયો શૅર કરીને બહેન શ્વેતા ભાવુક થઈ, કહ્યું- મેં મારો ભાઈ ગુમાવ્યો, સત્ય સામે આવવામાં હજી કેટલી વાર લાગશે?
post

સુશાંતની મોટી બહેન શ્વેતા સિંહ કીર્તિ સોશિયલ મીડિયામાં સતત પોસ્ટ શૅર કરીને ભાઈને ન્યાય અપાવવાની અપીલ કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 09:37:00

સુશાંત સિંહ રાજપૂતના મોતને 80 દિવસ પસાર થઈ ગયા છે પરંતુ આ દરમિયાન એક પણ એવો દિવસ નહીં હોય કે સુશાંતના ચાહકો અને તેના પરિવારે તેને યાદ ના કર્યો હોય. સુશાંતનો પરિવાર સતત સોશિયલ મીડિયામાં એક્ટરને ન્યાય અપાવવા માટે અપીલ કરે છે.

સુશાંતની મોટી બહેન શ્વેતા સિંહ કીર્તિ સોશિયલ મીડિયામાં સતત પોસ્ટ શૅર કરીને ભાઈને ન્યાય અપાવવાની અપીલ કરે છે. શ્વેતા અવાર-નવાર સુશાંતની તસવીરો તથા વીડિયો શૅર કરીને ભાઈને યાદ કરે છે.

હાલમાં જ શ્વેતાએ સુશાંતનો એક ઈમોશનલ વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં સુશાંત રડતો જોવા મળે છે. વીડિયોના બેકગ્રાઉન્ડ મ્યૂઝિકમાં સુશાંતની હિટ ફિલ્મ 'એમએસ ધોની'નો સંવાદ 'માહી, પક્કા ના, બહુત ટાઈમ હૈં ના હમારે પાસ'નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સંવાદમાં માહીને બદલે ભાઈ મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત વીડિયોમાં લખવામાં આવ્યું છે, 'દીદી આ લોકોએ મને મારી નાખ્યો, મારે ન્યાય જોઈએ.'

વીડિયો શૅર કરીને શ્વેતાએ ઈમોશનલ કેપ્શન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, મેં મારો ભાઈ ગુમાવ્યો અને મારું દિલ રોજ રડે છે. સત્ય સામે આવવામાં હજી કેટલો સમય લાગશે. ક્યારે આપણને આમાં સફળતા મળશે?#JusticeForSushantSinghRajput #Warriors4SRR #GlobalPrayers4SSR #StayUnited"

ભાઈને જીનિયસ કહ્યો હતો
આ પહેલા શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કરીને સુશાંતને રૅર જીનિયસ ગણાવ્યો હતો. વીડિયોમાં સુશાંત બંને હાથેથી એક સાથે ‘Nothing is impossible’ લખતો જોવા મળ્યો હતો. તેની પાસે આ અનોખી પ્રતિભા હતી. શ્વેતાએ કેપ્શનમાં લખ્યું હતું, રૅર જીનિયસ. એમ્બીડેક્સટેરિટી-મિરર રાઈટિંગ, વિશ્વની 1 ટકાથી પણ ઓછી વસ્તી આ રીતે લખી શકે છે. #MyBrotherTheBest #JusticeForSushantSinghRajput #GlobalPrayersForSSR

પહેલાં પણ ભાઈની યાદો શૅર કરી છે
આ પહેલા શ્વેતાએ એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં સુશાંત રાંચીના દિવ્યાંગ બાળકોની સ્કૂલમાં એકદમ ખુશમિજાજમાં જોવા મળ્યો હતો. શ્વેતાએ આ વીડિયો શૅર કરીને કહ્યું હતું, આ હતો મારો ભાઈ.#MyBrotherTheBest

 

adv

Related News

post
post
post
post
post
post
post