• Home
  • News
  • સોનમ ઘેર આનંદ ભયો:સોનમ-આનંદ આહુજાના ઘરે ગુંજી ઊઠી કિલકારી, પારણા નોમે દીકરાને જન્મ આપ્યો, વધામણાંનો વરસાદ થયો
post

સોનમ કપૂરે 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-20 17:08:47

મનોરંજન જગતમાંથી આજે એક સારા સમાચાર આવ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. જાણકારી અનુસાર, એક્ટ્રેસે દીકરાને જન્મ આપ્યો છે. આનંદ આહુજાએ ઇન્સ્ટાગ્રામ પર આ અંગે જાણકારી આપી હતી.

આ મેસેજમાં સોનમ અને આનંદે કહ્યું હતું કે, '20 ઓગસ્ટ 2022ના દિવસે એક ખુબસુરત દીકરાના માતા-પિતા બન્યા છે અને તે બેહદ ખુશ છે અને ભગવાનનો આભાર માનું છું. આ સાથે જ ડોક્ટર અને નર્સને પણ ધન્યવાદ કહું છે. હજુ તો શરૂઆત થઇ છે પરંતુ જાણીએ છીએ કે, હવે તેની જિંદગી હંમેશા માટે બદલાઈ ગઈ છે.'

સોનમ કપૂરે 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યાં હતાં. સોનમ કપૂરે આ વર્ષે માર્ચ મહિનામાં ફર્સ્ટ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. સોનમ કપૂરે પણ બેબી બમ્પ ફ્લૉન્ટ કરીને ફોટોશૂટ કરાવ્યું હતું.

ડિલિવરી પછી સોનમનો આ છે પ્લાન
પ્રેગ્નન્સીની શરૂઆતમાં સોનમ પોતાના પતિ સાથે લંડનમાં હતી. પરંતુ ત્યારબાદ તે પોતાના પરિવાર સાથે મુંબઈ પાછી આવી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, સોનમ ડિલિવરી બાદ છ મહિના તેના માતાપિતાના ઘરે રહેશે અને બાદમાં તેના દિલ્હી અથવા લંડનના ઘરે જશે. સોનમ તેના કામ માટે મુસાફરી કરતી રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post