• Home
  • News
  • સોનુની મુશ્કેલી વધી:આવકવેરા વિભાગનો દાવો- સોનુ સૂદે 20 કરોડથી વધુની ટેક્સ ચોરી કરી
post

વિભાગનું કહેવું છે કે સોનુ સૂદ 20 કરોડથી વધુની ટેક્સ ચોરીમાં સંડોવાયેલો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-18 14:55:04

બોલિવૂડ એક્ટર સોનુ સૂદની વિરુદ્ધ દરોડામાં આવકવેરા વિભાગે મોટો ખુલાસો કર્યો છે. વિભાગનું કહેવું છે કે સોનુ સૂદ 20 કરોડથી વધુની ટેક્સ ચોરીમાં સંડોવાયેલો છે. આવકવેરા વિભાગે સતત ત્રણ દિવસ સુધી અભિનેતાના મુંબઈના ઘરે સર્વે કર્યો હતો. વિભાગે નિવેદનમાં કહ્યું કે, અભિનેતા અને તેના સહયોગીઓના પરિસરમાં તપાસ દરમિયાન કર ચોરી સાથે સંબંધિત શંકાસ્પદ પુરાવા મળ્યા છે.

વિભાગે કહ્યું કે, સૂદે વિદેશી ડોનર્સ પાસેથી 2.1 કરોડની નોન-પ્રોફિટ રકમ ભેગી કરી છે, જે આવા પ્રકારના લેવડદેવડને નિયંત્રિત કરતા કાયદાનું ઉલ્લંઘન છે. અત્યાર સુધીની તપાસમાં 20 એવી એન્ટ્રીઓ વિશે જાણવા મળ્યું છે, જેને આપનાર લોકોએ છેતરપિંડી કરી હોવાનું કબૂલ્યું હતું. તેમણે રોકડ ચેક જાહેર કરવાની વાત પણ સ્વીકારી. CBDTના અનુસાર, મુંબઈ, લખનઉ, કાનપુર, જયપુર, દિલ્હી અને ગુરુગ્રામ સહિત કુલ 28 જગ્યાએ દરોડા પાડ્યા છે.

સોનુ સૂદે 2020માં પોતાની NGO શરૂ કરી હતી, જેને 1 એપ્રિલ 2021થી અત્યાર સુધી 18.94 કરોડનું ડોનેશન મળ્યું છે. તેમાંથી અત્યાર સુધી 1.9 કરોડ વિવિધ કાર્યોમાં ખર્ચ થયા છે, જ્યારે બાકીના 17 કરોડની રકમ હજી પણ અકાઉન્ટમાં છે.

ઇન્કમ ટેક્સ વિભાગ સોનુના ચેરિટી ફાઉન્ડેશનના અકાઉન્ટની પણ તપાસ કરે છે. સોનુ સૂદના નિકટના સાથીઓએ કહ્યું હતું કે સોનુ સૂદને ભાજપ તરફથી પદ્મશ્રીની ઑફર કરવામાં આવી હતી, પરંતુ સોનુએ કોઈ જવાબ આપ્યા વગર વિનમ્રતાથી ના પાડી દીધી હતી. 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post