• Home
  • News
  • કોરોનાથી બચવું હોય તો ચહેરાને સ્પર્શવાનું બંધ કરો, દુનિયાભરમાં 1.25 લાખ મોત પછી લોકો આજે પણ દર કલાકે 23 વખત ચહેરાને સ્પર્શે છે
post

ફેસ ટચિંગ અંગે અભ્યાસ કરનારા બે અમેરિકન અને એક ઓસ્ટ્રેલિયન ડોક્ટરે માહિતી આપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 11:47:49

નવી દિલ્લી : કોરોના વાઈરસથી આખી દુનિયામાં અત્યાર સુધી 1.20 લાખથી વધું લોકોના મોત થયા છે. 20 લાખ વધારે લોકો સંક્રમિત છે. આ મહામારીના સંક્રમણથી બચવા માટે સીડીસી(સેન્ટર ફોર ડીઝીઝ કંટ્રોલ) અને WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) પહેલા  દિવસથી જ લોકોને દર બે કલાકમાં હાથ ધોવાનું કહે છે અને કારણ વિના નાક, કાન, આંખને સ્પર્શવાનું ના પાડે છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે લોકો હાલ પણ તેમની આદત પ્રમાણે દર બે કલાકમાં 23 વખત તેમના ચહેરાના વિવિધ અંગો(આંખ, કાન, નાક, ગળું)ને સ્પર્શી રહ્યા છે. આ વાતનો ખુલાસો અમેરિકન ડો. નેન્સી સી.એલ્ડર, ડો. વિલિયમ પી. સોયર અને ઓસ્ટ્રેલિયન ડો. મૈક્લાવ્સે તેમના અભ્યાસમાં કર્યો છે. ત્રણેય ડોક્ટર્સ ફેસ ટચિંગ પર અભ્યાસ કરી રહ્યા છે. તેમણે ન્યૂયોર્ક ટાઈમ્સ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું છે કે કોરોનાથી બચવું હોય તો લોકોએ કારણ વગર ચહેરાને અડવાની આદતને છોડવી પડશે.

1- આંખ, કાન અને નાકને સ્પર્શવું ખોટી આદત, સરળતાથી નહીં છૂટે 
પોર્ટલેન્ડ સ્થિત ઓરેગન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટીમાં ફેમિલી મેડિસનના પ્રોફેસર ડો. નેન્સી સી એલ્ડર કહે છે કે આંખ, કાન અને નાકને અડવાની લોકોની ગંદી આદત છે. આંખોને મસળવી, નાક ખંજવાળવું, ગાલ પર આંગળી ફેરવવી આ સામાન્ય છે. ડો. નેન્સીએ તેમના ક્લીનિક સ્ટાફના 79 લોકોને ટોસ્ક આપીને રૂમમાં બે કલાક માટે એક મૂક્યા હતા. દેખરેખ હેઠળ સામે આવ્યું દરેકે 1 કલાકની અંદર જ પોતાના ચહેરાના વિવિધ અંગોને 19 વખત સ્પર્શ કર્યો હતો. નેન્સીના જણાવ્યા પ્રમામે કોરોના વાઈરસથી આપણી શ્વસન પ્રણાલી(રેસ્પિરેટ્રી સિસ્ટમ)માં આંખ, કાન અને નાકના માધ્યમથી જ પ્રવેશ કરે છે. એટલા માટે લોકોને ચહેરાને સ્પર્શવાની આદતને છોડવી પડશે.

2. લોકો પબ્લિક પ્લેસ પર પણ ધ્યાન આપતા નથી અને ચહેરાના સ્પર્શે છે 
 
ઓહિયોના શેરોનવિલેમાં ફેમીલિ ફિઝીશીયન અને Henrythehand.comના સંસ્થાપક ડો. વિલિયમ પી. સાયર લોકોને હાથ સેનેટાઈઝ કરવા અને કારણ વગર ચહેરાને ટી જોન’(માથા, આંખ, નાક)ને ન અડવા માટેની જાગૃતતા ફેલાવવાના કાર્યક્રમ કરે છે. તેમના કાર્યક્રમમાં મોટાથી માંડી નાના બાળકો પણ સામેલ થાય છે. તેઓ કહે છે કે , દરેક તેમના ચહેરાને સ્પર્શે છે અને આ આદતને છોડવી બહું મુશ્કેલ છે. હું ઓબ્ઝર્વ કરું છું કે લોકો આ કોરોના જેવી મહામારીમાં પણ પબ્લિક પ્લેસ જેમ કે લિફ્ટ, બસ, ટ્રેન, મેટ્રો વગરે જેવી જગ્યાઓ પર પણ તેમના ચહેરાના ટી જોરનને કારણ વગર અડતા રહે છે. જો તમે તમારા ચહેરાના મ્યૂકસ મેમ્બ્રેનને ક્યારે નહીં અડો તો તમારા શ્વાસના સંક્રમણ અથવા તેના સંબંધિત બિમારીથી ગ્રાસિત થવાની સંભાવના ઓછી થઈ જાય છે. 

3 .ઘણા લોકો તો એક મિનિટમાં જ 12 વખત ચહેરાને અડે છે 
 
સિડની ખાતે આવેલા સાઉથ વેલ્સ વિશ્વવિદ્યાલયમાં મહામારી અને સંક્રમણ વિષયના પ્રોફેસર અને 2015માં ફેસ ટચિંગનામના વિષય પર સ્ટડી રિપોર્ટ તૈયાર કરનારા ડો. મૈરી-લુઈસ મૈક્લાવ્સ કહે છે કે મારો રિપોર્ટ કોરોનાના એ પ્રકારે પ્રાસંગિક થઈ ગયો છે કે મે આ રિપોર્ટ મારા 26 વિદ્યાર્થીઓના આધારે બનાવ્યો હતો, જેમાં દરેક કલાક દરમિયાન લોકો સરેરાશ 23 વખત તેમના ચહેરાને સ્પર્શ કરે છે. હું કોન્ફરન્સ માટે દુનિયાના ઘણા ભાગોમાં જાઉ છું.ઘણી વખત જોઉ છું કે લોકો એક મિનિટની અંદર ઘણી વખત તેમના નાક, આંખે, કાન અને માથાને બેદરકાર થઈને સ્પર્શે છે. આંખો મસળવી, નાક ખંજવાળવું, આ બધી સામાન્ય આદત છે, પણ આને કોરોના જેવી મહામારીમાં છોડવી જ પડશે

 

 

adv

Related News

post
post
post
post
post
post
post