• Home
  • News
  • પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ સુશાંતના અવસાનના 46 દિવસ બાદ કહ્યું, તે કહેતો કે બધું જ પૂરું થઈ ગયું તો પણ મારું સામ્રાજ્ય ઊભું કરી લઈશ
post

સુશાંતને યાદ કરીને અંકિતાએ કહ્યું હતું કે તે દુઃખી હોઈ શકે છે, ઉદાસ હોઈ શકે છે પરંતુ ડિપ્રેશનમાં હોવાની વાત બહુ જ મોટી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-31 12:15:11

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત સાથે અંકિતા લોખંડેના સાત વર્ષ સુધી સંબંધો રહ્યાં હતાં. સુશાંતના અવસાન બાદ અંકિતાએ પહેલી જ વાર આ મુદ્દે વાત કરી હતી. અવસાનના 46 દિવસ બાદ અંકિતાએ કહ્યું હતું કે તે પણ જાણવા માગે છે કે તેની સાથે આખરે એવું તો શું થયું હતું? અંકિતાએ કહ્યું હતું કે તેને ખ્યાલ છે ત્યાં સુધી સુશાંત ક્યારેય ડિપ્રેશનથી પીડાય નહીં.

અંકિતાએ ગુરુવાર (30 જુલાઈ)ના રોજ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સુશાંત અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે સુશાંત એવો વ્યક્તિ હતો જે પોતાના સપના ડાયરીમાં લખતો અને તેણે જીવનમાં ક્યારેય આવા વ્યક્તિ જોયા નથી. તેની પાસે પાંચ વર્ષનો પ્લાન હતો અને તેણે પાંચ વર્ષમાં એ બધું જ મેળવ્યું પણ હતું.

સુશાંત ડિપ્રેશનમાં હતો, તે વાત દુઃખ પહોંચાડે છે
અંકિતાએ કહ્યું હતું કે સુશાંત આત્મહત્યા કરે તેવો વ્યક્તિ નથી. તેમણે અનેક ખરાબ પરિસ્થિતિનો સાથે સામનો કર્યો હતો. તે એકદમ ખુશમિજાજમાં રહેતો વ્યક્તિ હતો. મેં તેના જેવો વ્યક્તિ ક્યારેય જોયો નથી. તેની પાસે હંમેશાં એક ડાયરી રહેતી હતી. આ ડાયરીમાં પાંચ વર્ષના સપના હતા અને તેણે આ સપના પૂરા કર્યાં હતાં. તે ડિપ્રેશનમાં હતો, આ વાત સાંભળીને દુઃખ થાય છે.

દાવા સાથે કહું છું કે તે ડિપ્રેશનમાં રહે તેવો નથી
સુશાંતને યાદ કરીને અંકિતાએ કહ્યું હતું કે તે દુઃખી હોઈ શકે છે, ઉદાસ હોઈ શકે છે પરંતુ ડિપ્રેશનમાં હોવાની વાત બહુ જ મોટી છે. કોઈને બાઈપોલર નામની બીમારી હતી તે વાત કહેવી મોટી છે. સુશાંતને તે ઓળખે છે. દાવા સાથે તે કહી શકે છે કે સુશાંત ડિપ્રેશનમાં નહોતો. તે નાના શહેરમાંથી આવ્યો હતો. તેણે પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી હતી. તેની પાસેથી અનેક બાબતો શીખી હતી. તેણે એક્ટિંગ શીખવી હતી. કોઈને ખ્યાલ છે કે સુશાંત કોણ અને શું હતો?

તે સાત વર્ષનો સમય ઘણો જ સારો હતો
વધુમાં અંકિતાએ કહ્યું હતું કે તેને નાની-નાની બાબતોમાં ખુશી મળતી હતી. તે ખેતી કરવા માગતો હતો. તેણે કહ્યું હતું કે જો કંઈ ના થયું તો તે શોર્ટ ફિલ્મ બનાવશે. તે તણાવમાં નહોતો. તેને ખ્યાલ નથી કે પરિસ્થિતિ શું હતી. તે ક્યારેય ઈચ્છતી નથી કે લોકો તેને ડિપ્રેસ્ડ વ્યક્તિ તરીકે યાદ કરે. તે એક હીરો હતો, પ્રેરણા હતો, ટેલેન્ટેડ હતો. તે પોતાના ચાહકોને પ્રેમ કરતો હતો. તેની સાથે સાત વર્ષ પસાર કર્યાં હતાં અને તે સમય ઘણો જ સારો રહ્યો હતો.

બ્રેક માટે ત્રણ વર્ષ રાહ જોઈ, આટલી ધીરજ કોઈની પાસે હોતી નથી
અંકિતાએ આગળ કહ્યું હતું તેણે જોયું હતું કે સુશાંત કેટલી મહેનત કરે છે. તેણે થિયેટરમાં કામ કર્યું, સિરિયલમાં કામ કર્યું. તેણે જ્યારે ટીવી છોડ્યું ત્યારે તે ટીવીનો ટોચનો એક્ટર હતો. જોકે, તે કંઈક મોટું કરવા માગતો હતો. તેણે ફિલ્મમાં કામ કર્યું હતું. તે એક ક્રિએટિવ વ્યક્તિ હતો. તેણે એક બ્રેક માટે ત્રણ વર્ષ રાહ જોઈ હતી. તે ઘરે બેસી રહ્યો. દરેક વ્યક્તિ પાસે આટલી ધીરજ હોતી નથી પરંતુ તેની પાસે હતી.

તે હંમેશાં કહેતો કે બધું ખતમ થઈ જશે તો પણ સામ્રાજ્ય ઊભું કરી લઈશ
સુશાંતના જુનૂન અંગે અંકિતાએ કહ્યું હતું કે તેનામાં ગજબનો ઉત્સાહ તથા જુનૂન હતું. તે હંમેશાં કહેતો કે જો બધું જ પૂરું થઈ ગયું તો પણ તે પોતાનું સામ્રાજ્ય ઊભું કરી લેશે. જો તેને કંઈ જ નહીં મળે તો પણ તે કંઈકને કંઈક કરી જ લેશે. પૈસા તેના માટે ક્યારેય મહત્ત્વના રહ્યા નહોતા. તેના માટે ક્રિએટિવિટી, ફિલ્મ માટે જુનૂન તથા જીવનનો દૃષ્ટિકોણ જ મહત્ત્વનું હતું. તેણે જે પણ કર્યું તે મનથી કર્યું હતું.

બેકગ્રાઉન્ડ ડાન્સરથી સફર શરૂ કરી હતી
અંકિતાએ સુશાંતની જર્ની અંગે કહ્યું હતું કે તે શ્યામક દાવરના ગ્રુપમાં બેકગ્રાઉન્ડ ડાન્સર હતો. ત્યાંથી શરૂ થયેલી તેની સફર દિલ બેચારાપર પૂરી થઈ હતી. તે હંમેશાં કહેતો કે સફળતા તથા નિષ્ફળતા વચ્ચે એક લાઈન છે. ધોની આવી જ લાઈનને ફોલો કરતો હોય છે. ધોની પર સારા તથા ખરાબ સમયની અસર થતી નથી. સુશાંત બસ આવો જ વ્યક્તિ બનવા માગતો હતો. તેના પર પરિસ્થિતિની બહુ અસર થતી નહોતી.

નાની ખુશીઓ મનાવતો અને બાળકોને તારાની વાત કરતો
લાઈફના ફંડા અંગે અંકિતાએ કહ્યું હતું કે તેને ફૅમ કે ડાઉનફૉલ ક્યારેય અસર કરતા નહોતા. તેને નાની-નાની બાબતોમાં ખુશીઓ મળતી હતી. તે બાળકોને તારાની વાત કરતો હતો અને તેના માટે આ જ અસલી ખુશી હતી. તે પૈસા માટે ક્યારેય મરી શકે નહીં. તે આ વાત ક્યારેય માની શકે તેમ નથી.

ગુલાબજાબું તથા ચોકલેટથી ખુશ થતાં બાળકો જેવો હતો
સુશાંતને યાદ કરતાં અંકિતા એક સમયે ઇમોશનલ થઈ ગઈ હતી. તેણે કહ્યું હતું કે આ દુઃખની વાત છે કે સુશાંત પર લોકો અલગ-અલગ વાતો કરી રહ્યા છે. આ લોકોને ખબર પણ છે કે સુશાંત કોણ હતો? લોકો તો બસ પોતાની રીતે વાતો કરી રહ્યા છે. આ વાતોથી તેમને તથા તેના પરિવારને દુઃખ થાય છે. તે બસ એમ જ કહેવા ઈચ્છે છે કે જેમ નાનું બાળક ગુલાબજાબું તથા ચોકલેટ જોઈને ખુશ થઈ જાય તે જ રીતે સુશાંત ખુશ થઈ જતો હતો. તેને ખ્યાલ નથી કે પરિસ્થિતિ શું હતી પરંતુ તે એટલું જ કહેવા માગશે કે તે ડિપ્રેસ્ડ નહોતો.

અંકિતાએ આ વાતો પણ કહી હતી

·         ચાર વર્ષથી અંકિતા તથા સુશાંત વચ્ચે કોઈ વાતચીત થઈ નહોતી. બંને પાસે એકબીજાનો નંબર નહોતો, ચેટના સ્ક્રીન શોટવાળી વાત ખોટી છે

·         માર્ચ 2016માં રાબ્તાનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ સુશાંતે પોતાનો નંબર બદલી નાખ્યો હતો. અંકિતા પાસે નવો નંબર નહોતો

સુશાંતના ટ્રેનરનો દાવો, સુશાંત અલગ-અલગ દવાઓ લેતો હતો
આ દરમિયાન સુશાંતના ટ્રેનર સમી અહમદનો પણ ઈન્ટરવ્યૂ સામે આવ્યો છે. અહમદે દાવો કર્યો હતો કે સુશાંત 2019 ડિસેમ્બરથી કંઈક વિચિત્ર દવાઓ લઈ રહ્યો હતો. સમીનો દાવો છે કે આ જ કારણે સુશાંતની તબિયત ખરાબ થઈ હતી અને તેના પગ ધ્રૂજવા લાગ્યા હતા. સુશાંતે જ્યારે રિયાએ ડેટ કરવાનું શરૂ કર્યું પછી જ તેનો વ્યવહાર બદલાઈ ગયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post