• Home
  • News
  • બિહાર વિધાનસભા ચૂંટણી:સુશીલ મોદીએ કહ્યું- બિહારમાં કોઈ પક્ષ પોતાના જોરે ચૂંટણી જીતી સરકાર નહીં રચી શકે
post

તેજસ્વી પર નિશાન, કહ્યું- ટિ્વટર, ફેસબુક પર નિવેદન આપી કોઈ નેતા ન બની શકે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-02 12:22:18

બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે રાજ્યમાં ગઠબંધનનું રાજકારણ વાસ્તવિકતા છે. ભાજપ, જદયુ અને રાજદ તેના ત્રિકોણ છે. તેમાં કોઈએ પણ ભ્રમમાં ન રહેવું કે તે પોતાના જોરે ચૂંટણી જીતી સરકાર રચી શકે છે. 2015ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અલગથી ચૂંટણી લડી જોઈ ચૂક્યો છે. જોકે 2014માં જદયુ લોકસભા ચૂંટણી અલગ લડીને જોઈ ચૂક્યો છે. ભાજપ મજબૂત છે અને અમારું સંગઠન પણ. છતાં સાથે મળીને ચૂંટણી લડીશું તો જ સફળતા મળશે.

તેમણે કહ્યું કે, વચ્ચેના બે-અઢી વર્ષને ન ગણીએ તો બિહારની અંદર આ ગઠબંધન અત્યંત મજબૂતી સાથે 1996થી ચાલી રહ્યું છે. ગઠબંધનમાં ભાજપ ક્યારે નેતૃત્વની ભૂમિકામાં જોવા મળશે? તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ભાજપે બિહારના રાજકારણમાં જે સ્થાન મેળવ્યું છે તે ઓછું નથી. મુખ્યમંત્રી કોણ બનશે? એ પાર્ટીને જ નક્કી કરવા દો. રાજદ નેતા તેજસ્વી યાદવ અંગે તેમણે કહ્યું કે ટિ્વટર અને ફેસબુક પર નિવેદન આપવાથી કોઈ નેતા ન બની શકે.

રાજદ તેજપ્રતાપના બળવાને શાંત કરવામાં વ્યસ્ત
રાજદ તેના જ નેતા તેજપ્રતાપ યાદવના બળવાને શાંત કરવા મંથન કરી રહ્યો છે. પક્ષનાં સૂત્રોએ આ દાવો કર્યો હતો. લોકસભા ચૂંટણીમાં તેજપ્રતાપે ટિકિટ ન અપાતા તેમના ત્રણ સમર્થકોને અપક્ષ તરીકે ચૂંટણી મેદાને ઉતારી દીધા હતા. સૂત્રોએ કહ્યું કે તે આ ચૂંટણીમાં મહુઆને બદલે હસનપુરથી લડવા માગે છે. તેજપ્રતાપે તેના માટે રાંચીમાં પિતા લાલુપ્રસાદ યાદવ સાથે મુલાકાત પણ કરી હતી. આ વખતે તેજપ્રતાપ પોતાના ચાર સમર્થકો માટે ટિકિટ માગી રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post