• Home
  • News
  • આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને આપી વધુ એક મોટી જવાબદારી, રાજ્યસભામાં બનાવ્યા પાર્ટીના નેતા
post

સાંસદ સંજય સિંહની દિલ્હીના લિકર પોલિસી મામલે EDએ ધરપકડ કરી છે અને હાલ તેઓ કસ્ટડીમાં છે. ત્યારે રાઘવ ચઢ્ઢા AAPના દિગ્ગજ નેતા છે અને રાજ્યસભામાં પાર્ટી તરફથી વાત રાખે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-16 20:39:18

આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને એક મોટી જવાબદારી સોંપી છે. પાર્ટીએ તેમને રાજ્યસભામાં પાર્ટીના નેતા નિયુક્ત કર્યા છે.  AAPએ તેમને સાંસદ સંજય સિંહની ગેરહાજરીમાં રાજ્યસભામાં પાર્ટીના નેતા બનાવ્યા છે. AAPએ આ વાતની માહિતી શનિવારે આપી છે. AAP પાર્ટીએ રાજ્યસભા સભાપતિને પત્ર લખીને કહ્યું છે કે, સંજય સિંહની ગેરહાજરીમાં જેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે. રાઘવ ચઢ્ઢા હવેથી રાજ્યસભામાં પાર્ટીના નેતા હશે.

સાંસદ સંજય સિંહની દિલ્હીના લિકર પોલિસી મામલે EDએ ધરપકડ કરી છે અને હાલ તેઓ કસ્ટડીમાં છે. ત્યારે રાઘવ ચઢ્ઢા AAPના દિગ્ગજ નેતા છે અને રાજ્યસભામાં પાર્ટી તરફથી વાત રાખે છે. હાલમાં જ તેમણે કેન્દ્રીય ચૂંટણી આયોગથી જોડાયેલા બિલ પર ચર્ચા દરમિયાન વાત રાખી હતી. તેમનું ભાષણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયું.

જણાવી દઈએ કે, 11 ઓગસ્ટ 2023ના રોજ ચઢ્ઢાને રાજ્યસભાના સભ્યપદેથી સસ્પેન્ડ કરી દેવાયા હતા અને 115 દિવસ બાદ એટલે કે 4 ડિસેમ્બર 2023ના રોજ તેમનું સસ્પેન્શન રદ્દ કરી દેવાયું હતું. ત્યારબાદ તેઓ શિયાળુ સત્રમાં સામેલ થયા છે.

મહત્વનું છે કે, રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના 10 સાંસદ છે. જેમાં સૌથી વધુ પંજાબથી 7 સાંસદ છે. ત્યારે, દિલ્હીથી 3 સાંસદ છે. રાઘવ ચઢ્ઢા પંજાબથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ રાજ્યસભાના સૌથી યુવા સભ્યોમાંથી એક છે. રાજ્યસભામાં ભાજપ, કોંગ્રેસ અને TMC બાદ સભ્યોની સંખ્યાના હિસાબથી ચોથી સૌથી મોટી પાર્ટી છે. 


adv

Related News

post
post
post
post
post
post
post