• Home
  • News
  • PF પરનો જાહેર કરાયેલો 8.5% વ્યાજદર ઘટી શકે છે
post

EPFO ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-27 11:16:45

નવી દિલ્હી: પીએફ પરના જાહેર કરાયેલા વ્યાજદરમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) ફરી એક વાર ઘટાડો કરી શકે છે. નાણાકીય વર્ષ 2018-19માં પીએફ પરનો વ્યાજદર 8.65% હતો, જેને 2019-20 માટે માર્ચમાં ઘટાડીને 8.50% કરાયો હતો. હવે તેમાં ફરી ઘટાડો કરવાની વિચારણા થઇ રહી છે. 

ઇપીએફઓ દ્વારા આ વિચારણા કરવા પાછળનું કારણ એ છે કે રોકાણો પર વળતર સતત ઘટી રહ્યું છે. સાથે જ રોકડનો પ્રવાહ પણ ઘટ્યો છે. તેના કારણે ઇપીએફઓ તેના 6 કરોડ ખાતેદારોના જમા પીએફ પરનો વ્યાજદર 8.5%થી પણ ઘટાડે તેવી શક્યતા છે. વ્યાજદર અંગે નિર્ણય લેવા ઇપીએફઓના નાણાં વિભાગ, રોકાણ વિભાગ અને ઓડિટ કમિટી ટૂંક સમયમાં બેઠક યોજશે, જેમાં ઇપીએફઓ કેટલો વ્યાજદર આપી શકવાની સ્થિતિમાં છે તે નક્કી કરાશે. માર્ચના પહેલા અઠવાડિયામાં ઇપીએફઓએ જણાવ્યું હતું કે વ્યાજદર 8.5% રહેશે.

2019-20 માટેનો વ્યાજ દર 5 વર્ષમાં સૌથી ઓછો

નાણાકીય વર્ષ

વ્યાજદર

2014-15

8.75%

2015-16

8.80%

2016-17

8.65%

2017-18

8.55%

2018-19

8.65%

2019-20

8.50%

 

adv

Related News

post
post
post
post
post
post
post