• Home
  • News
  • ખેડૂતે બહારથી લીલા અને અંદરથી પીળા રંગના ‘તાઈવાની તરબૂચ’ ખેતરમાં વાવ્યાં
post

ચોકડબેડા ગામનો રહેવાસી રાજેન્દ્ર તરબૂચને લીધે ચર્ચામાં આવી ગયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 09:31:05

ગરમીઓમાં દરેકના મનપસંદ એવા લાલ તરબૂચ તો તમે ખાધા જ હશે, પણ પીળા રંગના તરબૂચ ભાગ્યે જ જોયા હશે, ઝારખંડમાં રામગઢ જીલ્લાના ખેડૂતે તરબૂચની ખેતી કરી છે જેમાં લીલા રંગની છાલ છે અને અંદર લાલને બદલે પીળો રંગ છે. રાજેન્દ્ર બેદિયાએ આ પીળા રંગના તાઈવાની તરબૂચની ખેતી કરી છે. આ તરબૂચ માટે તેણે સ્પેશિયલ ઓનલાઈન બીજ મંગાવ્યા હતા. તે દેશી તરબૂચ કરતાં પણ વધારે મીઠાં છે.

ચોકડબેડા ગામનો રહેવાસી રાજેન્દ્ર તરબૂચને લીધે ચર્ચામાં આવી ગયો છે. તાઈવાની તરબૂચનો આકાર અને કદ દેશી તરબૂચ જેવા જ છે. રાજેન્દ્રએ મીડિયાને કહ્યું કે, મેં તાઈવાનથી 800 રૂપિયાના ભાવે અનમોલ પ્રજાતિના તરબૂચ માટે 10 ગ્રામ બીજ મંગાવ્યા હતા. મારા નાનકડાં ખેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરી. 15 ક્વિન્ટલથી પણ વધારે તરબૂચની આવક થઇ છે. જો મને આ તરબૂચનો યોગ્ય ભાગ મળશે તો 22 હજાર રૂપિયા એટલે કે ત્રણ ગણો નફો થશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post