• Home
  • News
  • દિવાળી અગાઉ વધુ એક પેકેજ:કેન્દ્ર સરકારે દેશમાં રોકાણ વધારવા નિર્ણય લીધો, ઓટો, ફાર્મા સહિત 10 સેક્ટરને 2 લાખ કરોડનું ઇન્સેન્ટિવ મળશે
post

કર્મચારીના PFના 10 ટકા હિસ્સો સરકાર આપશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-12 12:06:40

કોરોનાથી પરેશાન દેશના ઉદ્યોગજગતને મોટી રાહત આપતાં સરકારે ઇન્ડસ્ટ્રી માટે 2 લાખ કરોડ રૂપિયાનું નવું પેકેજ જાહેર કર્યું છે. સરકારે 10 સેક્ટરને ઉત્પાદન આધારિત પ્રોત્સાહન (પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ- પીએલઆઇ) આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે આ પ્રસ્તાવને મંજૂરી આપી.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેબિનેટના નિર્ણય અંગે માહિતી આપતાં જણાવ્યું કે સરકાર કુલ 10 સેક્ટરને ઉત્પાદન આધારિત પ્રોત્સાહન આપવા અને પાયાના માળખાકીય પ્રોજેક્ટ્સના વાયેબિલિટી ગેપ ફન્ડિંગ માટે આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડ રૂ. ખર્ચશે. તેમણે ઉમેર્યું કે આનાથી રોજગારીની તકો સર્જાશે, ઊભરતા સેક્ટરને સપોર્ટ મળશે અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન મળશે. નોંધનીય છે કે કોરોનાથી પરેશાન દેશની જનતા અને ઇન્ડસ્ટ્રીને રાહત આપવા સરકાર સતત રાહત પેકેજ આપી રહી છે. આ વધુ એક રાહત પેકેજ કહી શકાય.

આ સેક્ટર્સને રાહત મળશે

સેક્ટર

રાહત (રૂ.માં)

ઓટોમોબાઇલ, કમ્પોનન્ટ્સ

57,042 કરોડ

એડવાન્સ કેમિસ્ટ્રી સેલ બેટરી

18,100 કરોડ

ફાર્માસ્યૂટિકલ ડ્રગ્સ

15,000 કરોડ

ફૂડ પ્રોડક્ટ્સ

10,900 કરોડ

ટેક્સટાઇલ ઉત્પાદનો

10,683 કરોડ

સ્પેશિયાલિટી સ્ટીલ

6,322 કરોડ

વ્હાઇટ ગુડ્સ

6,238 કરોડ

ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેક્નોલોજી

5,000 કરોડ

સોલર પીવી મોડ્યુલ્સ

4,500 કરોડ

​​​​​​દેશને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે પ્રોત્સાહન જાહેર: નાણામંત્રી

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે દેશમાં વિદેશી રોકાણ વધે અને ભારત મેન્યુફેક્ચરિંગ હબ બને તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આત્મનિર્ભર ભારત પણ આ જ પ્રોજેક્ટનો ભાગ છે. આ પ્રોત્સાહનથી ભારતમાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી વધશે અને તેના પગલે વિદેશીઓ વધુને વધુ માત્રામાં અહીં રોકાણ કરવા આવશે. સરકાર આ માટે સતત પ્રયત્નશીલ છે.

10 ક્ષેત્રને પ્રોત્સાહન યોજનાથી ઉત્પાદનને વેગ મળશે: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેબિનેટ દ્વારા 10 સેક્ટર માટે જાહેર કરેલી પ્રોત્સાહન યોજનાથી દેશમાં મેન્યુફેક્ચરિંગને વેગ મળશે. યુવાનો માટે તક વધશે અને ભારત રોકાણ માટેનું આકર્ષક કેન્દ્ર બનશે. દેશની સ્પર્ધાત્મકતા વધારવા અને આત્મનિર્ભર ભારત મિશનને સાકાર કરવા માટે આ પ્રોત્સાહન યોજના ઘણી જ મદદરૂપ થશે.

કર્મચારીના PFના 10 ટકા હિસ્સો સરકાર આપશે
જે નવા કર્મચારી હશે તેમના PFનો 10 ટકા હિસ્સો સરકાર આપશે અને કર્મચારી માટે જે એમ્પ્લોઈ યોગદાન હોય છે તેમા પણ સરકાર 10 ટકા હિસ્સો આપશે. તેને સરકાર પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના અંતર્ગત નવા સ્વરૂપમાં રજૂ કરી શકે છે.બીજા પગલા હેઠળ સરકાર કેવી કામથ સમિતિ દ્વારા ઓળખવામાં આવેલ દબાણ અને મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા તમામ 26 સેક્ટરો માટે ઈમર્જન્સી ક્રેડિટની વ્યવસ્થા કરી શકે છે. અલગ-અલગ સેક્ટરો માટે અલગ-અલગ રાહત આપવામાં આવી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post