• Home
  • News
  • કોરોનાકાળમાં પોર્નની આદત વધી, તે બીમારીઓનું કારણ બને છે જાણો તેનાથી કેવી રીતે છૂટકારો મેળવશો
post

એપ્રિલ 2020માં બિઝનેસ ઈન્સાઈડરના એક રિપોર્ટ મુજબ, ઈન્ડિયા ચાઈલ્ડ પ્રોટેક્શન ફંડ (ICPF)એ દાવો કર્યો હતો કે ભારતમાં લોકોએ ચાઈલ્ડ પોર્ન સૌથી વધારે સર્ચ કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-15 12:07:19

આદત ભલે ગમે તેની હોય પરંતુ તે ખરાબ જ કહેવાય છે જો પોર્નની આદત હોય તો તો ગંભીર રીતે ખતરનાક સાબિત થઈ શકે છે. BBCના એક રિપોર્ટ મુજબ, 10થી 19 વર્ષના બાળકોમાં પોર્ન એડિક્શન વધ્યું છે. દુનિયાના ઘણા દેશે તેના માટે પગલાં લીધા છે. પાકિસ્તાનમાં તેના વિરુદ્ધ મુહિમ ચાલી રહી છે અને ટીનેજર્સને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

ભારતમાં પોર્ન 2015થી જ બૅન છે, પરંતુ જે વસ્તુ ઈન્ટરનેટ પર સરળતાથી ઉપલબ્ધ હોય તેના પર બૅન જેવાં પગલાં માત્ર ઔપચારિકતા જ છે. હાલ ટીનેજર્સ અન્ય દેશોના VPNના ઉપયોગથી તેનો એક્સેસ કરી રહ્યા છે. તમારા મનમાં હવે એ સવાલ આવતો હશે આ વાત પર અમારો ફોકસ શા માટે છે?

શારીરિક-માનસિક નબળાઈ લાવે છે પોર્ન ઈન્દોરના સાઇક્યાટ્રિસ્ટ ડૉ. શ્રીકાંત રેડ્ડી જણાવે છે કે, બાળકો ઉપર પોર્ન ખૂબ ગંભીર રીતે અસર કરે છે. ન માત્ર માનસિક બલકે શારીરિક રીતે પણ તે કમજોર કરે છે. જોકે, બાળકોમાં પોર્ન એડિક્શન જેવો કોઈ ઓફિશિયલ ટર્મ નથી. આ શબ્દ 2 શબ્દ મળીને જનરલ ટર્મ બન્યો છે. 10થી 11 વર્ષના બાળકોમાં આ પ્રકારની સમસ્યા વધારે જોવા મળે છે. ભારતમાં લોકડાઉન પછી બાળકોના હાથમાં ફોન વધારે હોવાથી આ સમસ્યા ઝડપથી વધી છે.

એપ્રિલ 2020માં બિઝનેસ ઈન્સાઈડરના એક રિપોર્ટ મુજબ, ઈન્ડિયા ચાઈલ્ડ પ્રોટેક્શન ફંડ (ICPF)એ દાવો કર્યો હતો કે ભારતમાં લોકોએ ચાઈલ્ડ પોર્ન સૌથી વધારે સર્ચ કર્યું. આ સિવાય એક પોર્ન વેબસાઈટે જણાવ્યું હતું કે 24થી 26 માર્ચ વચ્ચે ભારતમાં તેનો ટ્રાફિક 95% વધ્યો હતો. તેમાં મોટા ભાગના બાળકો હતા.

પોર્ન એડિક્શનથી છૂટકારો મેળવવા માટેના ઉપાયો
1.
એવું શું છે જે પોર્ન જોવા પર ટ્રિગર કરે છે
એક્સપર્ટનું માનીએ તો આ ઉંમરમાં બાળકો જિજ્ઞાસા પ્રવૃત્તિના હોય છે. આ બધુ એક્સીડેન્ટલી જ થાય છે, જે બાળકોને પોર્ન જોવા માટે ઉત્સુક કરે છે. જો બાળકો ઈન્ટરનેટ પર કશુંક જોઈ રહ્યા છે તો તેમનાથી કોઈ એવી લિંક પર ક્લિક થઈ જાય છે જે તેમને પોર્ન વેબસાઈટ સુધી લઈ જાય છે. તેમની અંદર આ પ્રકારના વીડિયો જોવાની જિજ્ઞાસા વધે છે. બાળકોને તેનાથી બચાવા માટે એ સમજવું પડશે કે જો તમે ભૂલથી કોઈ પોર્ન લિંક પર જતા રહ્યા તો આ પ્રકારના વીડિયો જોવાથી બચવું જોઈએ.

2. માતા-પિતાએ પોર્ન જોવાના સોર્સ કિલ કરવા જોઇએ
જાગૃત માતા-પિતા તરીકે, બાળકોને પોર્નથી દૂર રાખવા માટે એવા સોર્સ કિલ કરો જેના પર તેઓ આવી વસ્તુઓ એક્સેસ કરે છે. જો બાળકોના ઓનલાઇન ક્લાસિસ ચાલી રહ્યા હોય અને તેઓ સતત ઇન્ટરનેટ એક્સેસ કરી રહ્યા હોય તો સોફ્ટવેરની મદદથી પોર્ન સાથે જોડાયેલી તમામ સાઇટ્સ બ્લોક કરી શકાય છે. બાળકોનો સ્ક્રીન ટાઇમ ઓછો કરો અને જો શક્ય હોય તો તેમની સાથે આવા મુદ્દાઓ પર ખુલીને વાત કરો.

3. એડિક્શનની જાણ થાય ત્યારે બાળકોને ડિસ્ટ્રેક્ટ કરો
માતા-પિતા તરીકે જો તમને ખબર પડે કે તમારું બાળક પોર્નથી એડિક્ટ થઈ ગયું છે તો સૌપ્રથમ તેનું ફોકસ કોઈ અન્ય વસ્તુ પર શિફ્ટ કરવાનો પ્રયાસ કરો. બાળકોને તેમના ઇન્ટરેસ્ટની અન્ય બાબતોમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરો. ફિલ્મ, મ્યૂઝિક અને સ્પોર્ટ્સ વધુ સારા વિકલ્પો હોઈ શકે છે.

4. માતા-પિતા તેમના સ્તરે શું કરી શકે?
એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો બાળકોને પોર્નની કુટેવથી બચાવા માગતા હો તો માતા-પિતાએ પહેલાં બાળકની સમસ્યા સમજી લેવી જોઈએ. શું બાળકને એકલું લાગે છે? અથવા કોઈક પ્રકારનો ડિસઓર્ડર તો નથી થઈ ગયો. માતા-પિતા જાતે જ બાળક સાથે વાત કરી શકે છે અથવા તેને કાઉન્સેલર પાસે લઇને પણ જઈ શકે છે. બાળકોને સમજાવવું પડશે કે આ એક પ્રકારનો રોગ છે. તેનાથી બચવું જોઇએ. આ ખરાબ ટેવ કહેવાય છે.

5. શિક્ષક શું મદદ કરી શકે છે?
ઘણીવાર શાળાઓમાં સેક્સ એજ્યુકેશનને લઇને બાળકોમાં શરમ દબાયેલી રહેતી હોય છે. ઘણી વખત શિક્ષકો પણ આવા વિષયો છોડી દે છે. જો શિક્ષકો બાળકોને આવી વસ્તુઓ વિશે શિક્ષિત કરશે તો આ પ્રકારની સમસ્યાઓ ઘટાડી શકાય છે. શિક્ષક બાળકોને કહી શકે છે કે આવી બાબતોમાં સમય બગાડવા કરતાં અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. બાળકોમાં આ પ્રકારની લાગણી પેદા ન થાય એ માટે શિક્ષકો અઠવાડિયાંમાં એકવાર તેમનું કાઉન્સેલિંગ પણ કરી શકે છે.

6. થેરપી અને કાઉન્સેલિંગથી મદદ મળશે
જો બાળકોને પોર્ન જોવાની ટેવ પડી ગઈ હોય તો તે છોડાવવા માટે થેરપી બેસ્ટ ઓપ્શન છે. બાળકોમાં પોર્નની કુટેવ માનસિક બીમારીઓનું કારણ બની શકે છે.
ઘણી વખત બાળકો, શિક્ષકો અને માતા-પિતા આવા મુદ્દાઓ પર એકબીજા સાથે વાત કરવામાં કમ્ફર્ટેબલ નથી હોતા. આવી સ્થિતિમાં થેરપિસ્ટ અથવા મેડિકલ પ્રોફેશનલ પાસેથી કાઉન્સેલિંગ કરાવી શકાય છે. આ તેમને પોર્નથી દૂર રહેવામાં મદદ કરી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post