• Home
  • News
  • કોરોના દેશમાં:બંગાળના મુખ્યમંત્રી મમતાનો મોટો નિર્ણય, આગામી વર્ષે પરીક્ષા આપ્યા વગર 10-12માં ધોરણના વિદ્યાર્થીઓ પાસ થઈ જશે
post

પંજાબ સરકારે રાજ્યમાં સ્વિમિંગને છોડીને અન્ય રમતોને ફરી શરૂ કરાવવાની મંજૂરી આપી દીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-12 12:09:20

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોનાના વધતા જતા કેસને જોતા બુધવારે મોટો નિર્ણય કર્યો છે. આગામી વર્ષે એટલે કે 2021માં 10માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા વગર પાસ કરી દેવામાં આવશે. સ્ટેટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે આ માટે આદેશ પણ જાહેર કરી દીધા છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ વિદ્યાર્થીઓ જસ્ટ પાસ ગણવામાં આવશે. વધુમાં તેઓએ કહ્યું કે નવેમ્બરના અંતિમ સપ્તાહ સુધી સ્કૂલ ખોલવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે.

દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવી

દિલ્હી હાઇકોર્ટે લોકોના એકઠા થવા પર અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા પ્રતિબંધોમાં છૂટછાટ આપવાને લઈને કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું હતું કે દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા બેકાબૂ બની રહી છે. સરકાર પાસે એને કાબૂમાં રાખવા માટે કોઈ રણનીતિ છે કે નહીં? કોર્ટે સરકાર પાસે છેલ્લાં બે સપ્તાહમાં કોરોનાને અટકાવવા માટેના ઉપાયો પરનો સ્ટેટ્સ રિપોર્ટ પણ માગ્યો છે.

હાઈકોર્ટે બુધવારે કહ્યું હતું કે રાજધાનીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સીરો સર્વેના પરિણામ મુજબ, દિલ્હીમાં દર ચોથી વ્યક્તિ સંક્રમિત થઈ ગઈ છે. શહેરી રાજ્ય દિલ્હી સંક્રમણના કેસમાં કેરળ અને મહારાષ્ટ્રને પાછળ રાખી દીધાં છે. બીજાં રાજ્યોમાં પ્રતિબંધ વધારવામાં આવી રહ્યો છે, પરંતુ દિલ્હી સરકાર તમામ સાવધાનીઓને હવામાં ઉડાવતાં નિયમોમાં ઢીલ આપી રહી છે.

કોરોનાં અપડેટ્સ

·         દેશમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો 12 કરોડની પાર પહોંચી ગયો છે, જેમાંથી 7.10% લોકો સંક્રમિત થયા છે. શરૂઆતના બે કરોડ ટેસ્ટિંગમાં સૌથી વધુ 18.04 લાખ સંક્રમિત મળ્યા હતા, જે બાદ 3થી 4 કરોડ ટેસ્ટિંગમાં 16.57 લાખ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ વખતે 11થી 12 કરોડ ટેસ્ટિંગ થયા, જેમાં સૌથી ઓછા 8.33 લાખ લોકો સંક્રમિત સામે આવ્યા.

·         ગોવા સરકારે 10 અને 12 ધોરણ સુધીની સ્કૂલ 21 નવેમ્બરથી ખોલવાનો નિર્ણય કર્યો છે. તે માટે મંગળવારે ગાઈડલાઈન્સ પણ જાહેર કરી હતી. એક ક્લાસમાં 12થી વધુ સ્ટુડન્ટ્સ નહીં બેસાડી શકાય. તમામ ક્લાસ માટે અલગ અલગ શિફ્ટ નક્કી કરવામાં આવશે.

·         પંજાબ સરકારે રાજ્યમાં સ્વિમિંગને છોડીને અન્ય રમતોને ફરી શરૂ કરાવવાની મંજૂરી આપી દીધી છે. એ માટે મંગળવારે ગાઈડલાઈન્સ પણ જાહેર કરવામાં આવી હતી.

દેશમાં ઝડપથી ઘટી રહ્યા છે એક્ટિવ કેસ

દેશમાં કોરોનાના આંકડાઓએ મંગળવારે મોટી રાહત આપી છે. એક દિવસમાં જ 10 હજાર 457 એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે જ સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પાંચ લાખની નીચે આવી ગઈ છે. જોકે આ આંકડા છ લાખમાંથી પાંચ લાખ થવામાં 12 દિવસ લાગ્યા છે, જે ગત એક લાખ કેસ ઘટવાની તુલનાએ પાંચ દિવસ વધુ છે.

17 સપ્ટેમ્બરે એક્ટિવ કેસ સૌથી વધુ 10.17 લાખ હતા, જે બાદ તેમાં સતત ઘટાડો આવી રહ્યો છે. 21 સપ્ટેમ્બર 9.75 લાખ એક્ટિવ કેસ હતા અને 8 ઓક્ટોબરે 8.93 લાખ થઈ ગયા. લગભગ એક લાખનો આ ગેપ ઘટવામાં સૌથી વધુ 17 દિવસ થયા હતા.દેશમાં મંગળવારે 44 હજાર 724 નવા દર્દી નોંધાયા, 54 હજાર 639 સંક્રમિત ઠીક થયા અને 511 મોત નીપજ્યાં છે. અત્યારસુધીમાં કુલ 86.35 લાખ કેસ નોંધાયા છે, જેમાંથી 70.11 લાખ દર્દી સ્વસ્થ થયા છે, 1.27 લાખ દર્દીનાં મોત નીપજ્યાં છે, જ્યારે 4.94 લાખ હાલ સારવાર હેઠળ છે.

1. મધ્યપ્રદેશ

રાજ્યમાં મંગળવારે 900 કેસ આવ્યા, 793 દર્દી સ્વસ્થ થયા અને 8નાં મોત નીપજ્યાં છે. એક્ટિવ કેસમાં 99નો વધારો થયો. અત્યારસુધીમાં 1 લાખ 79 હજાર 68 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 1 લાખ 67 હજાર 877 લોકો ઠીક થયા છે, 3042 દર્દીનાં મોત નીપજ્યાં છે અને 8149ની સારવાર ચાલી રહી છે.

 

2. રાજસ્થાન

રાજ્યમાં મંગળવારે 1902 નવા કેસ સામે આવ્યા છે, 1709 દર્દી ઠીક થયા છે અને 10 લોકોનાં મોત નીપજ્યાં છે. એક્ટિવ કેસમાં 183નો વધારો નોંધાયો. અત્યારસુધીમાં 2 લાખ 15 હજાર 71 લોકો સંક્રમિત થઈ ગયા છે, જેમાંથી 1 લાખ 96 હજાર 338 લોકો ઠીક થયા છે, 2008 દર્દીનાં મોત થયાં છે અને 16 હજાર 725 લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે.

 

3. બિહાર

રાજ્યમાં મંગળવારે 798 નવા દર્દી નોંધાયા છે, 6517 લોકો સ્વસ્થ થયા અને પાંચ સંક્રમિતોનાં મોત નીપજ્યાં છે. અત્યારસુધીમાં 2 લાખ 24 હજાર 275 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 2 લાખ 16 હજાર 601 લોકો ઠીક થયા છે. 1156 લોકોએ આ બીમારીને કારણે જીવ ગુમાવ્યા છે અને 6517 દર્દી હાલ સારવાર હેઠળ છે.

4. મહારાષ્ટ્ર

રાજ્યમાં મંગળવારે 3791 નવા દર્દી નોંધાયા, 10 હજાર 769 લોકો ઠીક થયા છે અને 110 દર્દીનાં મોત નીપજ્યાં છે. અત્યારસુધીમાં 17 લાખ 26 હજાર 926 લોકો સંક્રમિત થઈ ગયા છે, જેમાંથી 15 લાખ 88 હજાર 91 લોકો સ્વસ્થ થયા છે, 45 હજાર 435 લોકોનાં મોત નીપજ્યા છે, જ્યારે 92 હજાર 461 દર્દીની સારવાર ચાલી રહી છે.

5. ઉત્તરપ્રદેશ

રાજ્યમાં મંગળવારે 2121 નવા કેસ આવ્યા, 2201 લોકો ઠીક થયા, 30નાં મોત થયાં છે. અત્યારસુધીમાં 5 લાખ 1 હજાર 311 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 4 લાખ 71 હજાર 204 લોકો સ્વસ્થ થયા છે અને 7261 દર્દીનાં મોત નીપજ્યાં છે. હવે 22 હજાર 846 દર્દી સારવાર હેઠળ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post