• Home
  • News
  • દૂરના અંતર સુધીની પ્રહારક્ષમતા ધરાવતી 38 બ્રહ્મોસથી સજજ હશે નવું જંગી જહાજ, 450 કિમીની હશે રેન્જ
post

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલથી સમુદ્રમાં 450 કિમી સુધીના અંતરે રહેલા લક્ષ્યને આસાનીથી ભેદી શકાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-16 10:12:07

ભારતીય નૌસેના પોતાની તાકાતમાં હજુ પણ વધારો કરવા જઈ રહી છે, જેમાં તે પોતાના યુદ્ધજહાજની પ્રહારક્ષમતા (ફાયર પાવર) વધારવા માટે વધુ અંતર સુધી પ્રહાર કરી શકતી 38 બ્રહ્મોસ મિસાઇલોને ખરીદવાની યોજના બનાવી રહી છે.

આ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ દ્વારા લગભગ 450 કિમી સુધી ટાર્ગેટને ભેદી શકાશે. મિસાઈલોને અંડર-કન્સ્ટ્રક્શન વિશાખાપટ્ટનમ ક્લાસ વોરશિપમાં ફિટ કરવામાં આવશે, જેને ટૂંક સમયમાં જ નૌસેનાના કાફલામાં સામેલ કરવામાં આવે એવી અપેક્ષા છે.

1800 કરોડની બનાવી પ્રપોઝલ
સરકારી સૂત્રોના હવાલાથી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે વધુ અંતર સુધી પ્રહાર કરી શકતી 38 બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ્સ હાંસલ કરવા માટે 1800 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ સંરક્ષણ મંત્રાલય પાસે મોકલી દેવાયો છે. ટૂંક સમયમાં જ એને મંજૂરી મળવાની આશા છે. ​​​​બ્રહ્મોસ યુદ્ધજહાજનું મુખ્ય સ્ટ્રાઈક હથિયાર હશે અને નેવીના અનેક યુદ્ધજહાજોમાં એને અગાઉથી જ ફિટ કરવામાં આવી છે.

સમુદ્રી વિસ્તારોમં 400 કિમીથી વધુના અંતર સુધી લક્ષ્યને નિશાન બનાવવાની ક્ષમતા ચકાસવા માટે ભારતીય નેવીએ પોતાના યુદ્ધજહાજ આઈએનએસ ચેન્નઈથી બ્રહ્મોસ મિસાઈલનું ટેસ્ટ ફાયરિંગ પણ કર્યું હતું.

એક્સપોર્ટ માર્કેટની પણ શોધ ચાલુ
ભારત સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ માટે એક્સપોર્ટ માર્કેટ શોધવા અંગે પણ કામ કરી રહ્યું છે, જેને ડીઆરડીઓએ પોતાના પ્રોજેક્ટ પીજે-10 અંતર્ગત ઘણી હદ સુધી સ્વદેશી બનાવી દીધી છે. 1990ના દાયકાના અંતમાં ભારત અને રશિયાના જોઈન્ટ વેન્ચર પછી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ત્રણેય સશસ્ત્ર દળો માટે એક શક્તિશાળી હથિયાર બની ચૂકી છે, જેનો ઉપયોગ સેનાઓ સ્થિતિ અનુસાર કરે છે.

સોમવારે ‘INS હિમગિરીલોન્ચ કરાયું હતું
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કોલકાતામાં સોમવારે ફ્રિગેટ વોરશિપ આઈએનએસ હિમગિરીને લોન્ચ કર્યું હતું. તેને ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) યાર્ડ પર પ્રોજેક્ટ 17-એ અંતર્ગત તૈયાર કરાયું છે.

પ્રોજેક્ટ 17-એ અંતર્ગત બનાવાઈ રહેલા ફ્રિગેટ વોરશિપની ખાસિયત છે કે એ દુશ્મનના રડારમાં આવી શકતું નથી. GRSEના આ પ્રોજેક્ટથી ભારતીય નેવીની તાકાતમાં વધારો થશે. સૂત્રોના અનુસાર, આ પ્રોજેક્ટ અંતર્ગત 3 વોરશિપ તૈયાર કરાશે. બીજું અને ત્રીજું યુદ્ધજહાજ વર્ષ 2024 અને 2025માં મળવાની આશા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post