• Home
  • News
  • અજીબ ખગોળીય ઘટના:397 વર્ષ પછી ગુરુ-શનિ એકદમ નજીક, બંને ગ્રહો વચ્ચેનું અંતર માત્ર 0.3 ડીગ્રી રહ્યું
post

6 જુલાઈ 2477માં 0.6 ડીગ્રી દેખાશે અને 25 ડિસેમ્બર 2874માં 0.2 ડીગ્રીની દૂરી દેખાતા હશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-22 09:19:39

અવકાશની એક ખગોળીય ઘટનાનો અદભુત નજારો કહી શકાય એવો નજારો સોમવારે જોવા મળ્યો હતો. ગુરુ અને શનિ એકદમ નજીક હતા, એ બંને ગ્રહો ફક્ત 0.3 ડીગ્રીની દૂરી પર હતા. આ અવકાશી નજારો છેલ્લે 397 વર્ષ પહેલાં જોવા મળ્યો હતો.

આવું ભાગ્યે જોવા મળે કે 2 ગ્રહો આટલા નજીક હોય

·         છેલ્લે 16 જુલાઈ 1623 માં 0.5 ડીગ્રી નજીક દેખાયા હતા.

·         21 ડિસેમ્બર 2020માં એટલે કે આજે 0.3 ડીગ્રી નજીક દેખાયા હતા.

·         14 માર્ચ 2080માં 0.3 ડીગ્રી દેખાશે

·         6 જુલાઈ 2477માં 0.6 ડીગ્રી દેખાશે અને 25 ડિસેમ્બર 2874માં 0.2 ડીગ્રીની દૂરી દેખાતા હશે.

·         આ ગ્રહો પૃથ્વીથી અંદાજે ગુરુ ગ્રહ 90 કરોડ કિમી દૂર અને શનિ ગ્રહ 145 કરોડ કિમી દૂર છે.

·         ગુરુ ગ્રહના ચાર ચંદ્ર અને શનિ ગ્રહનો ચંદ્ર જોવા મળ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post