• Home
  • News
  • ક્રિકેટર રોહિત શર્માએ ખેડૂત આંદોલન પર વાત કરી તો કંગનાએ કહ્યું, 'ક્રિકેટર્સ કેમ ધોબીના કૂતરાની જેમ વર્તી રહ્યાં છે?'
post

રિહાનાએ સૌ પહેલાં ખેડૂત આંદોલન પર વાત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-05 10:20:51

હાલમાં જ ભારતમાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં પોપ સ્ટાર રિહાના સહિત ઈન્ટરનેશનલ સેલેબ્સે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. ત્યારબાદ દેશ માટે ભેગા થવાની વાત બોલિવૂડ સેલેબ્સે કરી હતી. આ સેલેબ્સે #IndiaTogether અને #IndiaAgainstPropaganda જેવા હેશટૅગ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરાવ્યા હતા. ઈન્ડિયન ક્રિકેટર્સે પણ આ હેશટૅગથી સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. ક્રિકેટર રોહિત શર્માએ પણ ભારત એકતા પર વાત કરી હતી. જોકે, કંગનાએ તેને ખરું-ખોટું સંભળાવી દીધું હતું. પછીથી કંગનાએ આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. આ પહેલાં કંગનાએ તાપસીને પણ આડે-હાથ લીધી હતી.

રોહિત શર્માને શું કહ્યું?
રોહિત શર્માએ કહ્યું હતું, 'જ્યારે પણ આપણે સાથે ઊભા રહ્યાં છીએ ત્યારે ભારત હંમેશાં સ્ટ્રોંગ બન્યું છે. હાલ સમાધાન કરવું જરૂરી છે. આપણાં દેશની ભલાઈમાં આપણાં ખેડૂતો મહત્ત્વનો રોલ ભજવે છે. મને આશા છે કે આપણે સાથે મળીને કંઈક રસ્તો કાઢીશું. #IndiaTogether'

કંગનાએ રોહિત શર્માને ખરું-ખોટું સંભળાવ્યું
કંગનાએ રોહિત શર્માને આ પોસ્ટ પર ખરું-ખોટું સંભળાવ્યું હતું. કંગનાએ કહ્યું હતું, 'શા માટે બધા ક્રિકેટર્સ ધોબીના કૂતરા ના ઘરના ના ઘાટના જેવા લાગી રહ્યાં છે. ખેડૂતો આવા કાયદાની વિરુદ્ધમાં કેમ જશે, જે તેમના ભલા માટે છે. આ ક્રાંતિક્રારી પગલું છે. જે તોફાન કરે છે તે તમામ આતંકવાદીઓ છે. એવું કહો, કેમ આટલો ડર લાગે છે?' જોકે, કંગનાએ ગણતરીની મિનિટમાં આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.

તાપસીએ કહ્યું હતું, તમારે પ્રૉપગૅન્ડા ટીચર બનવાની જરૂર નથી
તાપસીએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'જો એક સોશિયલ મીડિયા પોસ્ટ તમારી એકતાને હલાવી શકે છે, જો એક મજાક તમારા વિશ્વાસને ડગમગાવી જાય છે અથવા એક શો તમારી ધાર્મિક ભાવનાને આહત કરી શકે છે તો તમારે તમારી વેલ્યૂ સિસ્ટમની મજબૂતી પર કામ કરવાની જરૂર છે. બીજા માટે પ્રૉપગૅન્ડા ટીચર બનવાની જરૂર નથી.'

કંગનાએ તાપસી પન્નુ પર પ્રહાર કર્યો
તાપસીની પોસ્ટ પર કંગનાએ વળતો પ્રહાર કરતાં કહ્યું હતું, 'બી ગ્રેડ લોકોના બી ગ્રેડ વિચારો. વ્યક્તિને પોતાની માતૃભૂમિ તથા પરિવારના વિશ્વાસ માટે ઊભા રહેવું જોઈએ. આ જ કર્મ, ધર્મ પણ છે. ફ્રી ફંડનું ખાનારા ના બનો. દેશ પર બોજ ના બનો...આથી જ હું તેમને બી ગ્રેડ કહું છું. ઈગ્નોર કરો.'

રિહાનાએ સૌ પહેલાં ખેડૂત આંદોલન પર વાત કરી
32
વર્ષીય રિહાનાએ અમેરિકન ન્યૂઝ ચેનલ CNNના એક સમાચાર પર પોસ્ટ કરી હતી અને સવાલ કર્યો હતો, 'આપણે આ (ખેડૂત આંદોલન) વિશે ચર્ચા શા માટે નથી કરતા?' ત્યારબાદ નોર્વેની 18 વર્ષીય ક્લાયમેન્ટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે પણ CNNના તે જ સમાચારને ટૅગ કરીને સો.મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું, 'આપણે ભારતના ખેડૂત આંદોલન પ્રત્યે એકતા બતાવીએ.'

ત્યારબાદ અમેરિકન એક્ટ્રેસ અમાન્ડા કર્નીએ ખેડૂત આંદોલનમાં સામેલ મહિલાઓની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'દુનિયા તમને જોઈ રહી છે. આ મુદ્દાને સમજવા માટે તમારે ભારતીય, પંજાબી કે દક્ષિણ એશિયન હોવાની જરૂર નથી. તમને માત્ર માણસાઈની ચિંતા હોય તે જરૂરી છે. હંમેશાં અભિવ્યક્તિની આઝાદી, પ્રેસની આઝાદી, બેઝિક હ્યુમન રાઈટ્સ તથા સિવિલ રાઈટ્સની આઝાદીની માગ કરો.' તો પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફાએ કહ્યું હતું, 'આ કયા પ્રકારનું હ્યુમન રાઈટ્સ વાયોલેશન છે. નવી દિલ્હીની આસપાસ ઈન્ટરનેટ જ બંધ કરી દેવામાં આવ્યું છે.'

વિવાદ વધતા બોલિવૂડ સ્ટાર્સ સરકારના સમર્થનમાં આવ્યા
ઈન્ટરનેશનલ સેલેબ્સની સોશિયલ મીડિયા પોસ્ટ સામે ભારતના વિદેશ મંત્રાલયે કડક વિરોધ પ્રગટ કર્યો હતો. મંત્રાલયે સ્ટાર્સને આ બાબતને પહેલાં સમજવાની સલાહ આપી હતી. વિદેશ મંત્રાલય બાદ બોલિવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર, અજય દેવગન, એકતા કપૂર, સુનીલ શેટ્ટી તથા ક્રિકેટર્સ વિરાટ કોહલી, સચિન તેંડુલકર સહિતના સેલેબ્સે સો. મીડિયામાં સરકારનું સમર્થન કર્યું અને દેશવાસીઓને એકતા બતાવવાની અપીલ કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post