• Home
  • News
  • કોરોના રસીના 4 કરોડ ડોઝ તૈયાર:દેશમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે 1,600 લોકોએ નોંધણી કરાવી, ટૂંક સમયમાં ટ્રાયલ શરૂ થશે
post

સીરમ ઈન્સ્ટિટ્યૂટની ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકાની વેક્સિન માટે તૈયારી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-13 10:27:51

દેશમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે એક સારા સમાચાર છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એસઆઇઆઇ)એ ગુરુવારે જણાવ્યું કે ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકાની વેક્સિન કોવિશિલ્ડના 4 કરોડ ડોઝ તૈયાર કરી લેવાયા છે. સાથે જ તેના ત્રીજા અને અંતિમ તબક્કાની ટ્રાયલ માટે 1,600 લોકોનું રજિસ્ટ્રેશન પણ થઇ ગયું છે.

17 રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા
કોવિશિલ્ડની ટ્રાયલ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ની દેખરેખ હેઠળ ચાલી રહી છે. એસઆઇઆઇએ કોવાવેક્સ વેક્સિન માટે અમેરિકી કંપની નોવાવેક્સ સાથે ટાઇઅપ પણ કર્યું છે. રિપોર્ટ્સ મુજબ, નોવાવેક્સે વર્ષ 2021માં 100 કરોડ ડોઝ સપ્લાય કરવા એસઆઇઆઇ સાથે કરાર કર્યો છે. દેશના અમુક રાજ્યોમાં એક્ટિવ કેસની સંખ્યામાં થઇ રહેલો વધારો ચિંતાનું કારણ બન્યો છે. 17 રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે પણ તેની સામે 17 રાજ્યમાં વધ્યા છે. બુધવારે સૌથી વધુ 1,244 દર્દી દિલ્હીમાં વધ્યા છે.

ભારતમાં સ્ટોરેજ મુશ્કેલ, -70 ડિગ્રી તાપમાન જરૂરી
ભારતમાં કોરોનાનો કેર હજુ જારી છે ત્યાં વેક્સિનનું સ્ટોરેજ ચર્ચાનો વિષય બન્યો છે. ભવિષ્યમાં વેક્સિનની ભારતમાં ઉપલબ્ધતા અંગે આરોગ્ય મંત્રાલયે પ્રયાસ શરૂ કરી દીધા પણ વેક્સિનના સ્ટોરેજને લઇને કોકડું ગૂંચવાયું છે, કેમ કે આ પ્રકારની વેક્સિનના સ્ટોરેજ માટે માઇનસ 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જરૂરી હોવાનું કહેવાય છે. એઇમ્સ, દિલ્હીના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે વેક્સિનના સ્ટોરેજ માટે જરૂરી લઘુત્તમ માઇનસ 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ભારતમાં એક મોટો પડકાર છે. ખાસ કરીને નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં. જોકે, રિપોર્ટ્સ મુજબ, કોલ્ડ ચેન માટેની તૈયારી શરૂ કરી દેવાઇ છે, જેથી વેક્સિન દેશભરમાં ઉપલબ્ધ થઇ શકે, કેમ કે વેક્સિન પૂરી પાડનારી મોટા ભાગની કંપનીઓને કોલ્ડ સ્ટોરેજની જરૂર પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post