• Home
  • News
  • દેશમાં 68 દિવસના લોકડાઉનમાં 1.90 લાખ કેસ, 46 દિવસના અનલોકમાં 8.10 લાખ કેસ
post

લૉકડાઉનમાં નવા દર્દી મળવાની રોજની સરેરાશ માત્ર 2794 હતી, ત્યારપછી સરેરાશ 17608 રહી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-17 11:11:40

નવી દિલ્હી: દેશમાં કોરોનાના દર્દી 10 લાખને પાર થઈ ગયા છે. દર્દી વધવાની ઝડપ સતત વધી રહી છે. સરકારી આંકડા મુજબ દર્દી બમણા થવાની અવધિ 21 દિવસ છે. એટલે કે જો નવા દર્દી વધવાનું અટકશે નહીં તો ઓગસ્ટમાં પ્રથમ સપ્તાહ સુધીમાં 20 લાખ દર્દી થઈ શકે છે. બીજીબાજુ દેશમાં રિકવરી રેટ પણ વધ્યો છે. જે અત્યારે લગભગ 63 ટકા છે. મૃત્યુદર 2.6 ટકા છે. પરંતુ ચિંતાની વાત એ છે કે મોતની સંખ્યા બમણી થવાની અ‌વધિ 23 દિવસ થઈ ગઈ છે. જે ગયા મહિને 32 દિવસની હતી. એટલે કે ઓગસ્ટના બીજા સપ્તાહ સુધીમાં મોતની સંખ્યા 50 હજાર થઈ શકે છે.

25 માર્ચે જ્યારે લૉકડાઉન લગાવાયું ત્યારે દેશમાં માત્ર 568 દર્દી હતા. ત્યારપછી 31 મે સુધી લૉકડાઉનના 68 દિવસમાં 1.90 લાખ દર્દી મળ્યા. એટલે કે રોજના સરેરાશ 2794 દર્દી. ત્યારપછી 1 જૂનથી અનલૉકનો પ્રથમ તબક્કો શરૂ થયો. ત્યારથી 16 જુલાઈ સુધી 46 દિવસમાં 8.10 લાખ દર્દી મળ્યા. એટલેકે રોજના સરેરાશ 17608 દર્દી. પરંતુ ચિંતા એ વાતની છે કે એક સપ્તાહથી આ સરેરાશ 2500થી ઊપર જતી રહી છે. હવે રોજની સરેરાશ 30 હજાર થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા હવે 3 લાખ તરફ, આ આંકડા સુધી વિશ્વના માત્ર 9 દેશ પહોંચી શક્યા 

કુલ દર્દી

દેશનો હિસ્સો

કુલ મોત

દેશનો હિસ્સો

275640

27.60%

10928

43.70%

151820

15.20%

2167

8.90%

116993

11.70%

3487

13.90%

47253

4.70%

928

3.70%

44648

4.50%

2081

8.30%

41383

4.10%

1012

4.00%

37745

3.80%

375

1.50%

35451

3.60%

452

1.80%

34427

3.40%

1000

4.00%

785360

78.60%

22430

89.80%

અહીં દર્દી વધવાની ઝડપ સૌથી વધારે

રાજ્ય

કુલ દર્દી

મહિનામાં વધ્યા

વૃદ્ધિ

તેલંગાણા

37745

32771

658.80%

કર્ણાટક

47253

40040

555.10%

આંધ્ર

35451

28995

449.10%

કેરળ

9553

7011

275.80%

તમિલનાડુ

151820

105316

226.40%

બિહાર

20173

13511

202.80%

હરિયાણા

23306

15584

201.80%

અહીં દર્દી વધવાની ઝડપ સૌથી ઓછી

રાજ્ય

કુલ દર્દી

મહિનામાં વધ્યા

વૃદ્ધિ

ચંદીગઢ

619

262

73.30%

મધ્યપ્રદેશ

19643

8708

79.60%

ગુજરાત

44648

20544

85.20%

રાજસ્થાન

25806

12825

98.80%

ઉત્તરાખંડ

3785

1949

106.10%

જમ્મુ-કાશ્મીર

11173

5953

114.00%

ઝારખંડ

4225

2464

139.90%

5 રાજ્યોમાં અત્યાર સુધી કોઈ મોત નહીં, 15 રાજ્યોમાં મૃત્યુદર 1%થી ઓછો છે

રાજ્ય

દર્દી

મોત

મૃત્યુદર

આંદામાન-નિકોબાર

166

0

0.00%

મણિપુર

1700

0

0.00%

મિઝોરમ

238

0

0.00%

નાગાલેન્ડ

902

0

0.00%

સિક્કિમ

209

0

0.00%

લદાખ

1142

1

0.10%

ત્રિપુરા

2184

2

0.10%

કેરલ

9553

35

0.40%

છત્તીસગઢ

4556

20

0.40%

ઓડિશા

14898

77

0.50%

મેઘાલય

337

2

0.60%

અરુણાચલ

462

3

0.70%

હિમાચલ

1324

10

0.80%

ઝારખંડ

4225

36

0.90%

તેલંગાણા

37745

375

0.90%

ડૉ. ડીસીએસ રેડ્ડી, ડૉ. કે. શ્રીનાથ રેડ્ડી, સભ્ય- કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સ અને પેન્ડેમિક એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર લૉકડાઉનના બદલે કન્ટેઈનમેન્ટ ઝોનમાં ઘરે-ઘરે તપાસ જરૂરી છે.
આ કારણથી સ્થિતિ બગડી...

·         કન્ટેઈનમેન્ટ ઝોનમાં દરેક વ્યક્તિની તપાસ જરૂરી છે, પરંતુ અનેક રાજ્યોમાં આવું નથી થયું. 

·         કન્ટેઈનમેન્ટ ઝોનમાં અવરજવરના કારણે એવા વિસ્તારોમાં પણ કેસ આવી રહ્યા છે, જ્યાં દર્દીઓ ન હતા. તેથી સાબિત થાય છે કે, અવરજવર નહોતી અટકી. 

·         લક્ષણ વિનાના દર્દીઓની ઓળખ ત્યારે જ થઈ શકે, જ્યારે કન્ટેઈનમેન્ટ ઝોનમાં તમામ સંભવિતોના ટેસ્ટ થાય. હાલ મોટા ભાગના સ્થળે આવું નથી થઈ રહ્યું. 

હવે આવું કરવું પડશે... 

·         કન્ટેઈનમેન્ટ ઝોનમાં ઘરે ઘરે જઈને લોકોના આરોગ્યની જાણકારી મેળવી ટેસ્ટ કરવા પડશે. 

·         સંક્રમિતોને કોઈ પણ સંજોગોમાં ક્વોરેન્ટાઈન રાખવાના રહેશે. ઘરમાં વૃદ્ધો, બાળકો કે ગંભીર બીમારીના દર્દી હોય તો ત્યાંથી બહાર ક્વોરેન્ટાઈન કરવા પડશે. 

·         આંધ્ર-કેરળમાં અપનાવાઈ રહેલું મોડલ દેશભરમાં અપનાવવું જોઈએ. ત્યાં ગલી-મહોલ્લા સ્તરે વોલેન્ટિયર તહેનાત કરાયા હતા, જે દરેક વ્યક્તિ પર નજર રાખતા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post