• Home
  • News
  • આવતીકાલે મતદાનના દિવસે કેવું રહેશે તાપમાન?, હવામાન વિભાગે કરી આગાહી
post

7 મે એ અમદાવાદનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-05-06 11:29:14

અમદાવાદ: લોકસભાની ચૂંટણીના પહેલા 2 તબક્કામાં ઓછું મતદાન થવા પાછળ કાળઝાળ ગરમી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવતીકાલે પણ ભીષણ ગરમીની વચ્ચે ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. જેમાં ગુજરાતની 25 બેઠક માટે મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે. તેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા 7 મે મતદાનના દિવસે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હીટવેવની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે બફારાવાળું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં સામાન્ય કરતાં મહત્તમ તાપમાન વધુ રહેશે. 7 મે એ અમદાવાદનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે.

સવાર-સાંજ વધુ મતદાનની સંભાવના મતદાનનો સમય સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધીનો છે. ત્યારે બપોરે વધુ ગરમી હોવાના કારણે સવારે અને સાંજે વધુ મતદાન થવાની સંભાવના છે. વૃદ્ધો અને ગંભીર રોગો ધરાવતા લોકોએ વહેલા મતદાન કરવું જોઇએ. સૌરાષ્ટ્ર-કચ્છના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 3થી 5 ડિગ્રી વધુ રહેવાની સંભાવના છે. જ્યારે ગુજરાતના અન્ય પ્રદેશોમાં હીટવેવની આગાહી નથી. પરંતુ મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 40° સેલ્સિયસથી વધુ રહેવાની સંભાવના છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post