• Home
  • News
  • આઈફોન બનાવતી કંપનીનું ભારતમાં રોકાણ:દેશમાં 1100 કરોડ રોકશે, તાઈવાનની પેગાટ્રોનના બોર્ડે મંજૂરી આપી, 2021માં ઉત્પાદન શરૂ થશે
post

કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે 1 એપ્રિલથી પ્રોડક્શન ઇન્સેન્ટિવ સ્કીમ શરૂ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-24 09:38:55

એપલની બીજી સૌથી મોટી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની પેગાટ્રોન ભારતમાં 150 મિલિયન ડૉલર એટલે કે લગભગ 1100 કરોડનું રોકાણ કરશે. તાઈવાનની કંપની પેગાટ્રોનના બોર્ડે આ રોકાણને મંજૂરી આપી દીધી છે. પેગાટ્રોનના સીઈઓ લાઓ શાઈ જંગે ગયા સપ્તાહે ઇન્વેસ્ટર કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભારતમાં સ્થપાનારા પ્લાન્ટ દ્વારા 2021ના બીજા છ માસિકગાળામાં કે 2022ના પ્રારંભે ઉત્પાદન શરૂ થઈ જશે.

PLI માટે પણ અરજી
કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે 1 એપ્રિલથી પ્રોડક્શન ઇન્સેન્ટિવ સ્કીમ શરૂ કરી છે. આ યોજના હેઠળ સરકાર તરફથી આગામી 5 વર્ષમાં 50 હજાર કરોડનું ઇન્સેન્ટિવ અપાશે. પેગાટ્રોનની સાથે એપલની અન્ય બે સપ્લાયર કંપની ફોક્સ કોન અને વિસ્ટ્રોને પણ આ યોજના માટે અરજી કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post