સીરમ ઇન્સ્ટિટ્યૂટે એસ્ટ્રાઝેનેકાના ફોર્મ્યુલાથી જ કોવિશિલ્ડ બનાવી હતી. આ વેક્સિન ઓક્સફર્ડ યુનિવર્સિટીની સાથે મળીને બનાવવામાં આવી છે.
કોરોનાની
દવાઓ બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ પહેલીવાર સ્વીકાર્યું છે
કે તેની કોવિડ-19 વેક્સિન ગંભીર સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. એસ્ટ્રાઝેનેકાએ
UK હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે કે કોવિડ -19
વેક્સિનના કારણે થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS)
જેવી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે.
થ્રોમ્બોસાયટોપેનિયા
સિન્ડ્રોમને કારણે, શરીરમાં લોહી ગંઠાવા (Blood Clot) લાગે છે
અથવા શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. શરીરમાં લોહી ગંઠાઈ જવાના કારણે
બ્રેઈન સ્ટ્રોક અથવા હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
બ્રિટિશ
ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19
વેક્સિનની ખતરનાક સાઈડ ઈફેક્ટ્સ થઈ શકે છે. બ્રિટિશ મીડિયા
ટેલિગ્રાફના અહેવાલ મુજબ, એસ્ટ્રાઝેનેકા પર તેની વેક્સિનના કારણે ઘણા લોકોના
મોતના આરોપ છે. બીજા ઘણાને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડ્યો છે.
એસ્ટ્રાઝેનેકા
વેક્સિન ભારતમાં કોવિશિલ્ડના નામે તરીકે ઓળખાય છે. આ પછી,
હાઈકોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં,
કંપનીએ સ્વીકાર્યું કે તેમની કોરોના વેક્સિન થ્રોમ્બોસિસ
થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે TTSનું કારણ
બની શકે છે.
આ રોગને
કારણે શરીરમાં લોહી ગંઠાઇ જાય છે અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે. જેના કારણે
હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો પણ રહે છે. કંપની સામે 51
કેસ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. પીડિતોએ એસ્ટ્રાઝેનેકા
પાસેથી લગભગ 1 હજાર કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે.