• Home
  • News
  • સ્પેનનાં 113 વર્ષીય મારિયા બ્રેનયાસ કોરોનાને હરાવનારા ‘દુનિયાની સૌથી ઉંમરલાયક વ્યક્તિ’ બન્યાં
post

મારિયાએ સેલ્ફ આઈસોલેટ કરીને કોરોનાની જંગ જીતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 10:44:02

મેડ્રિડ: સ્પેનમાં કોરોના વાઈરસને લીધે અત્યાર સુધી 26,920 લોકોનું મૃત્યુ થયું છે. હાલમાં સામે આવેલા સમાચાર પ્રમાણે સ્પેનમાં ઓટોટ શહેરનાં 113 વર્ષીય રહેવાસી મારિયા બ્રેનયાસે કોરોનાની જંગ જીતી છે. તેઓ કોરોના વાઇરસથી સાજા થનારા દુનિયાની સૌથી ઉંમરલાયક વ્યક્તિ બન્યાં છે. મારિયાના પરિવારજનોએ તેમની આ જંગ દુનિયાને જણાવી છે.

સેલ્ફ આઈસોલેટ કરીને કોરોનાને હરાવ્યો
એપ્રિલ મહિનામાં કોરોનાના અમુક લક્ષણો મારિયામાં દેખાયા હતા. ત્યારબાદ તેમને સાન્તા મારિયા ડેલ તુરા કેર હોમમાં આઈસોલેટ કર્યા હતાં. મે મહિનાના પહેલાં અઠવાડિયાંમાં ડોક્ટરે તેમણો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. નર્સિંગ હોમ સ્ટાફે જણાવ્યું કે, હાલ મારિયા એકદમ સ્વસ્થ છે. તેઓ બીજાની સાથે વાત પણ કરી શકે છે. મારિયા સ્પેનમાં 105 વર્ષથી વધારે ઉંમર ધરાવતા બીજા નંબરના મહિલા છે, જેમણે કોરોનાને હરાવ્યો છે. મારિયા પહેલાં 107 વર્ષીય એના ડેલે કોરોનાને હરાવ્યો હતો. 

છેલ્લા 20 વર્ષથી મારિયા  નર્સિંગ હોમમાં રહે છે
મારિયા વર્ષ 2019થી સ્પેનના ઉંમરલાયક મહિલા છે. તેમનો જન્મ વર્ષ 1907માં સેન-ફ્રાન્સિસ્કોમાં એક સ્પેનિશ પરિવારમાં થયો હતો. તેમનાં જન્મને થોડા સમય પછી તેમનો પરિવાર સ્પેન આવી ગયો હતો. તેમણે વર્ષ 1931માં લોકલ ડોક્ટર સાથે લગ્ન કર્યા હતાં. મારિયાને 3 સંતાનો, 11 પૌત્રો-પૌત્રીઓ અને 13 પ્રપૌત્રો-પ્રપૌત્રીઓ છે. તેઓ સ્પેનિશ ફ્લૂ અને 1936થી 1939 સુધી ચાલનારા સિવિલ વોરને પણ નજરે જોઈ ચૂક્યા છે. છેલ્લા 20 વર્ષથી મારિયા જીરોના શહેરના નર્સિંગ હોમમાં રહે છે. 

હાલ મારિયાનો પરિવાર તેમના આઈસોલેશનમાંથી બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post