• Home
  • News
  • પિનાકા MK-Iનું સફળ ટેસ્ટિંગ:45 કિલોમીટર દૂર રહેલા ટાર્ગેટને 44 સેકન્ડમાં નેસ્તનાબૂદ કરી દેશે 12 રોકેટ
post

DRDOએ પિનાકાને પહેલાંની અપેક્ષાએ વધુ અપગ્રેડ કર્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-05 09:42:40

ઓરિસ્સાના ચાંદીપુરમાં બુધવારે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ પિનાકા MK-I રોકેટ (Pinaka MK-I rocket)નું એડવાન્સ વર્ઝનનું સફળ ટેસ્ટિંગ કર્યું. ટેસ્ટિંગ દરમિયાન એક સાથે 6 રોકેટ 45 કિલોમીટરના અંતર સુધી છોડવામાં આવ્યા.

પ્રુફ એન્ડ એક્સપરીમેન્ટ સ્ટેબ્લિશમેન્ટથી તેનું ટેસ્ટિંગ થયું. એક અધિકારીના જણાવ્યા મુજબ, તમામ રોકેટને ટેલીમેટ્રી, રડાર અને ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ જેવા રેન્જ ઈન્સ્ટ્રુમેન્ટ્સથી ટ્રેક કરવામાં આવ્યા. પિનાકા MK-I હાલની પિનાકાનું લેટેસ્ટ વર્ઝન છે. આની મદદથી 44 સેકન્ડમાં 45 કિલોમીટરના અંતર સુધી એક સાથે 12 રોકેટ છોડી શકાય છે.

પહેલાં ગાઈડન્સ સિસ્ટમ ન હતી ન્યૂઝ એજન્સીના સૂત્રોના અહેવાલથી જણાવવામાં આવ્યું કે પહેલાં પિનાકામાં રોકેટ માટે ગાઈડન્સ સિસ્ટમ ન હતી. હવે અપગ્રેડેડ વર્ઝનમાં ગાઈડન્સ સિસ્ટમ પણ સામેલ છે. એટલે કે આ રોકેટને કઈ દિશામાં કઈ રીતે મોકલવાના છે તે માટે પણ ગાઈડ કરી શકશે. આ નવા વર્ઝન માટે હૈદરાબાદ રિસર્ચ સેન્ટરે (RCI)એ કિટ બનાવી હતી. આ ઉપરાંત તેની મારક ક્ષમતા અને એક્યૂરન્સીને પણ પહેલાંથી વધુ ઉત્કૃષ્ટ બનાવવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post