• Home
  • News
  • દુનિયાને કોરોના મહામારીથી મુક્ત બનાવવા 12 વર્ષના ભારતીય બાળકની મોટી પહેલ, વેક્સિન ટ્રાયલમાં સામેલ સૌથી નાનકડો બાળક અભિનવ
post

અભિનવના પિતા શરત ચંદ્ર ડૉક્ટર છે અને તેઓ પણ ફાઈઝરની રસીની ટ્રાયલમાં સામેલ છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-18 11:08:11

અમેરિકાના સિનસિનાટીમાં રહેતો અભિનવ માત્ર 12 વર્ષનો છે. તે કોરોના વેક્સિન ટ્રાયલમાં સામેલ દુનિયાનો સૌથી નાનો બાળક છે. અભિનવના પિતા શરત ચંદ્ર ડૉક્ટર છે અને તેઓ પણ ફાઈઝરની રસીની ટ્રાયલમાં સામેલ છે.

સવાલ: વેક્સિન ટ્રાયલમાં સામેલ સૌથી નાની વયનો બાળક છે. આ પ્રેરણા ક્યાંથી મળી?
અભિનવ: મારા પિતા પણ વેક્સિન ટ્રાયલમાં સામેલ છે. તેમણે મને કહ્યું કે, હવે 12થી 15 વયજૂથના બાળકો પર પણ વેક્સિનની ટ્રાયલ કરાશે. તેમણે મને પુછ્યું કે, શું તું ટ્રાયલમાં સામેલ થવા માગીશ. મને એ વાતનો આનંદ હતો કે આ બહાને સમજ માટે કંઈક નાનકડું, પરંતુ સારું કરી રહ્યો છું. તેનાથી વિજ્ઞાનીઓને પણ કોરોનાવાઈરસને સમજવામાં મદદ મળશે.

સવાલ અભિનવ, અત્યારે તારી ઉંમર ઘણી નાની છે, શું વેક્સિન લગાવતા સમયે કોઈ ડર લાગ્યો નહીં?
અભિનવ: હા, પહેલા હું ડરેલો હતો. મને વેક્સિનનો ડર ન હતો, પંરતુ એ વાતનો ડર હતો કે ઈન્જેક્શન લાગશે અને મારું લોહી નીકળશે. અગાઉ હું ક્યારેય કોઈ વેક્સિનની ટ્રાયલમાં જોડાયો ન હતો, એટલે થોડો ખચકાટ અને ગભરામણ પણ હતી. મેં સાંભળ્યું હતું કે, બીજી વેક્સિન ટ્રાયલમાં કેટલાક લોકોને સાઈડ ઈફેક્ટ થઈ રહી છે. એટલે આરોગ્યની ચિંતા હતા, પરંતુ ફાઈઝરની ટ્રાયલમાં આવા સમાચાર આવ્યા નહીં, એટલે તૈયાર થઈ ગયો હતો. હા, માતા તેના માટે તૈયાર ન હતી, પરંતુ પિતા ટ્રાયલમાં સામેલ હતા અને તેમને કોઈ પ્રકારની મોટી સાઈડ ઈફેક્ટ થઈ ન હતી, એટલે મારા માટે આ સરળ હતું. આ જ વિચારીને મમ્મીએ પણ પાછળથી હા પાડી. મને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ ઓક્ટોબરના અંતમાં અપાયો હતો. ત્યાર પછી બીજો ડોઝ નવેમ્બરમાં અપાયો. બંને વખતે મને કોઈ સાઈડ ઈફેક્ટ થઈ નહીં, માત્ર હાથમાં થોડો સમય સામાન્ય દુ:ખાવો રહ્યો હતો.

પિતા બોલ્યા - રિસર્ચ પછી પુત્રની ટ્રાયલનું પુછ્યું...
પિતા શરતચંદ્ર કહે છે કે, હું હોસ્પિટલમાં કામ કરું છું. એટલે મને પણ ડર હતો કે ક્યાં કોરોના વાઈરસનું સંક્રમણ મારા પરિવાર સુધી ના પહોંચે. એટલે મેં ટ્રાયલમાં ભાગ લેવાનો નિર્ણય લીધો. સપ્ટેમ્બરમાં બીજો ડોઝ લીધા પછી મને તીવ્ર તાવ આવ્યો હતો. બે દિવસ સુધી થાક અનુભવાયો. જોકે, તેને મોટી સાઈડ ઈફેક્ટ માની શકાય નહીં. ત્યાર પછી મેં મારા સ્તરે ઘણી રિસર્ચ કરી કે ક્યાંક પુત્રને તો વેક્સિનની સાઈડ ઈફેક્ટ નહીં થાય. ત્યાર પછી મને જ્યારે આશ્વાસન મળ્યું કે, કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ દેખાશે નહીં ત્યારે પુત્ર અભિનવ સાથે વાત કરી હતી. તેને સમજાવ્યો અને ટ્રાયલમાં સામેલ કરાવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post