• Home
  • News
  • ન્યૂયોર્કમાં રહસ્યમય બીમારીથી 15 બાળકો હોસ્પિટલમાં દાખલ
post

બીમારી કોરોના સાથે સંકળાયેલી હોવાની શંકા, મોટા ભાગના બાળકો કોરોના સંક્રમિત છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-06 08:55:01

ન્યૂયોર્ક: અમેરિકામાં કોરોના વાઇરસથી ખરાબ રીતે અસરગ્રસ્ત ન્યૂયોર્કના બાળકોમાં એક રહસ્યમય બીમારી ફેલાવવા લાગી છે. તેનાથી પીડિત 2થી 15 વર્ષના 15 બાળકો હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બીમારી કોવિડ-19 સાથે સંકળાયેલી હોવાની લાગે છે. સોમવારે રાત્રે આરોગ્ય વિભાગે જારી કરેલા બુલેટિન મુજબ તેમાંના મોટાભાગના બાળકોના શરીરે ચાટા પડી ગયા અને તેમને ઝાડા-ઉલટી થઇ રહી છે. 5 બાળકોને શ્વાસ લેવા માટે વેન્ટિલેટરની જરૂર પડી છે. જ્યારે બધાને બ્લડ પ્રેશર સપોર્ટ પણ આપવામાં આવ્યો. યુરોપના ઘણા દેશોમાં પણ આવી બીમારી ફેલાઇ છે. પરંતુ હજુ સુધી તેના કારણે કોઇ મોત થયા નથી.


દાખલ બાળકોમાં મેન્ટોક્સિક શોક કે કાવાસાકી રોગ જેવા લક્ષણો
બુલેટિનમાં કહેવાયું છે કે ડોક્ટરો હજુ સુધી આ બીમારીને સમજી શક્યા નથી. જો કે આ 15 બાળકોમાંથી ઘણા કોરોના પોઝિટિવ છે. અન્યની એન્ટિબોડી તપાસમાં જણાયું કે તેઓ પહેલાં ચેપી રહ્યા છે. ન્યૂયોર્ક આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં દાખલ બાળકોમાં મેન્ટોક્સિક શોક કે કાવાસાકી રોગ જેવા લક્ષણો છે. તે એક દુર્લભ બીમારી છે. જેમાં રક્તવાહિકાઓમાં સોજો આવી જાય છે. રાજ્ય આરોગ્ય કમિશનર ડૉ. હાર્વર્ડ એ જકરે કહ્યું કે અધિકારીઓ આ સિન્ડ્રોમને સમજવા અભ્યાસ કરી રહ્યા છે. ન્યૂયોર્કમાં રહસ્યમયી સિન્ડ્રોમથી બાળકો બીમાર થવાનો રિપોર્ટ થોડા દિવસથી ચાલી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post