• Home
  • News
  • છેલ્લા 24 કલાકમાં સુરતમાં 2, ઓલપાડમાં 1.5 વરસાદ પડ્યો, બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
post

દક્ષિણ ગુજરાતના 15 તાલુકામાં વરસાદ નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-08 11:23:21

સુરત: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. જેમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરત સિટીમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 1.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ અને સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. 

15 તાલુકામાં બે ઈંચથી 1 મીમી વરસાદ નોંધાયો
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 15 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત સિટીમાં નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં 1.5 ઈંચથી લઈને એક મીમી સુધી વરસાદ પડ્યો છે. વહેલા વરસાદના પગલે શેરડીના પાકને નુકસાન થયું છે. જ્યારે કેટલાક તાલુકાઓમાં વાવણી પણ થઈ ગઈ છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે.

વિધિવત ચોમાસું 20 જૂન સુધી બેસશે
હવામાન અધિકારી દિલિપ હિંદયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઉપર અપર એર સાઇક્લોનિક સિસ્ટમ સર્જાતા વરસાદ થયો છે. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ અને સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. ઘણા વર્ષો બાદ જૂનના પહેલા અઠવાડિયામાં ભારે વરસાદ નોંધાયો છે. આ પ્રિ-મોન્સૂન એકટીવીટી જ છે. વિધિવત ચોમાસું સાઉથ-વેસ્ટ મોન્સૂનના આરંભ સાથે થશે. 20 જૂન સુધીમાં વિધિવત ચોમાસુ બેસે એવી શક્યતા છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશરથી 11-12 જૂને વરસાદ આવશે
ગુજરાત ઉપર હાલમાં વાદળયુક્ત વાતાવરણ બન્યું છે. સાઉથ-વેસ્ટ દરિયાઇ ભેજયુકત પવનોથી વરસાદને અનુકૂળ વાતાવરણ બનતા વરસાદ વરસ્યો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં આગામી 24 કલાકમાં ડેવલપ થનાર લો પ્રેશર સિસ્ટમથી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બાદ 11-12 જૂને સમગ્ર ગુજરાતમાં પુન: વરસાદ પડવાની શક્યતા છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

તાલુકો

વરસાદ(મીમી)

સુરત સિટી

48

ઓલપાડ

40

કપરાડા

18

વઘઈ

15

કામરેજ

14

સુબીર

11

વાપી

09

સોનગઢ

05

માંગરોળ

05

ચોર્યાસી

04

વાલોડ

02

માંડવી

02

વલસાડ

02

આહવા

02

બારડોલી

01

 

adv

Related News

post
post
post
post
post
post
post