• Home
  • News
  • વિશ્વમાં Covid-19 થી થનારા મોતોમાં 21 ટકા અને નવા કેસમાં 8 ટકાનો વધારોઃ WHO
post

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, જો આ ટ્રેન્ડ જારી રહે છે તો આગામી બે સપ્તાહમાં વૈશ્વિક સ્તર પર રિપોર્ટ કરવામાં આવેલા કેસની સંખ્યા 200 મિલિયનથી વધુ હોઈ શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-29 11:34:59

જિનેવાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ કહ્યું કે પાછલા સપ્તાહે વૈશ્વિક સ્તર પર કોરોના વાયરસથી થનારા મોતની સંખ્યામાં 21 ટકાનો વધારો થયો છે. અમેરિકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં 69000 મોતોમાંથી મોટાભાગની સૂચના મળી છે. સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીએ તે પણ નોંધ્યુ કે વિશ્વમાં કોરોના વાયરસના કેસમાં 8 ટકાનો વધારો થયો છે. ત્યારબાદ આ સંખ્યા 194 મિલિયનને નજીક પહોંચી ગઈ છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, જો આ ટ્રેન્ડ જારી રહે છે તો આગામી બે સપ્તાહમાં વૈશ્વિક સ્તર પર રિપોર્ટ કરવામાં આવેલા કેસની સંખ્યા 200 મિલિયનથી વધુ હોઈ શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે યુરોપને છોડી બધા ક્ષેત્રોમાં  COVID-19 મોતોની સંખ્યામાં વધારો થયો છે. સૌથી વધુ કેસ અમેરિકા, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, બ્રિટન અને ભારતમાં સામે આવ્યા છે. 

જરૂરી પગલા ભરી રહ્યાં છે વિશ્વના દેશ
કોરોના વાયરસ પર કાબુ મેળવવા માટે દરેક દેશ પોતાની સ્થિતિ પ્રમાણે પગલા ભરી રહ્યાં છે તો કેટલાક ભરવા પર વિચાર કરી રહ્યાં છે. આ કડીમાં વાઇટ હાઉસ સંધીય કર્મચારીઓના રસીકરણની જરૂરીયાત પર વિચાર કરી રહ્યું છે. ચીનના ટોક્યોમાં ત્યાંના ગવર્નરે યુવાનોને રસી લગાવવાનો આગ્રહ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીમાં વધુ એક મહિનો લૉકડાઉન રહેશે. ન્યૂ સાઉથ વેલ્સ રાજ્ય સરકારે કહ્યું કે, બુધવારે 24 કલાકના સમયમાં 177 નવા સંક્રમણ રિપોર્ટ કર્યા બાદ 5 મિલિયન જનસંખ્યાવાળા આ શહેરમાં 28 ઓગસ્ટ સુધી લૉકડાઉન ચાલશે. 

જર્મનીનો દાવો, તેની અડધી વસ્તીને લાગી ચુકી છે વેક્સિન
જર્મનીનું કહેવું છે કે તેની અડધી વસ્તીને કોરોના વેક્સિન લાગી ચુકી છે. બુધવારે જાહેર થયેલા સત્તાવાર આંકડાથી ખ્યાલ આવે છે કે મંગળવારે આ સંખ્યા 41.8 મિલિયન કે 50.2 વસ્તી સુધી પહોંચી ગઈ છે. અને 50.8 મિલિયનથી વધુ, કે 69.9 ટકા વસ્તીને ઓછામાં ઓછો રસીનો એક ડોઝ લાગી ગયો છે. 
 

 

adv

Related News

post
post
post
post
post
post
post