• Home
  • News
  • ફેક ન્યુઝ એક્સપોઝ:સરહદે અથડામણમાં ભારતના 28 જવાનો શહીદ થયાની વાત ખોટીઃ પાકિસ્તાની યુઝર્સે ફેલાવી હતી અફવા
post

ગૂગલ પર અનેક કી-વર્ડ સર્ચ કર્યા પછી પણ ઈન્ટરનેટ પર અમને એવા કોઈ સમાચાર મળ્યા નથી, જેનાથી સમર્થન મળે કે ભારત-પાક. સરહદે ભારતીય સેનાના 28 જવાન શહીદ થયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-20 10:00:44

શું થઈ રહ્યું છે વાયરલઃ સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત-પાક. સરહદે થયેલી અથડામણમાં 28 ભારતીય જવાનો શહીદ થઈ ગયા. દાવાની સાથે એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. દાવો કરી રહેલા મોટાભાગના હેન્ડલ પાકિસ્તાનના છે.

અને સત્ય શું છે?

·         ન્યુઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ અનુસાર, 13 નવેમ્બરે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. જો કે, આ રિપોર્ટમાં 28 જવાનોના શહીદ થવાનો ઉલ્લેખ નથી.

·         ગૂગલ પર અનેક કી-વર્ડ સર્ચ કર્યા પછી પણ ઈન્ટરનેટ પર અમને એવા કોઈ સમાચાર મળ્યા નથી, જેનાથી સમર્થન મળે કે ભારત-પાક. સરહદે ભારતીય સેનાના 28 જવાન શહીદ થયા છે.

·         13 નવેમ્બરે પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના પુંચ, કેરન, ગુરેજ સેક્ટરમાં સીઝફાયર વાયોલેશન કર્યુ હતું. કુપવાડાથી લઈને બારામુલા સુધી પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યુ હતું. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પણ અનેક પાકિસ્તાની બંકર તબાહ કરી દીધા હતા.

·         દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, સરહદે થયેલી આ અથડામણમાં બીએસએફ અને આર્મીના 5 જવાનો શહીદ થયા હતા. 6 ભારતીય નાગરિકોના પણ મોત થયા. જ્યારે ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના 3 કમાન્ડો સહિત 11 સૈનિકો ઠાર થયા હતા.

·         આ બધાથી સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર કરાઈ રહેલો 28 ભારતીય જવાનોના શહીદ થયાનો દાવો ફેક છે. તપાસના આગામી તબક્કામાં અમે દાવાની સાથે શેર કરાતા ફોટોની સત્યતા તપાસવાનું શરૂ કર્યુ.

·         વાયરલ ફોટોને ગૂગલ પર રિવર્સ સર્ચ કરવાથી અમને 2016ની સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ આ ફોટો મળ્યો. સ્પષ્ટ થયું કે ફોટો ઓછામાં ઓછો 4 વર્ષ જૂનો છે અને તેને 2020માં ભારત-પાક. સરહદે થયેલી અથડામણ સાથે કોઈ સંબંધ નથી.

·         હફિંગ્ટન પોસ્ટના આર્ટિકલમાં પણ અમને આ જ ફોટો મળ્યો. કેપ્શનથી ખ્યાલ આવ્યો કે ફોટો 30 જૂન, 2010નો છત્તીસગઢમાં થયેલા નકસલી હુમલાનો છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post