• Home
  • News
  • એક જ દિવસમાં 3 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા રામલલાના દર્શન, અધિકારીઓ સતત કરી રહ્યા છે સુરક્ષાની સમીક્ષા
post

26 જાન્યુઆરી, શુક્રવારે ગણતંત્ર દિવસના રોજ 3.25 લાખથી વધુ ભક્તોએ અહીં રામ મંદિરની મુલાકાત લીધી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-27 18:47:40

નવી દિલ્હી: 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તો માટે રામ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે અને રામ લલ્લાના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. 22 જાન્યુઆરીના એક દિવસ પછી મંગળવારે મંદિરને સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પહેલા દિવસે લગભગ પાંચ લાખ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી; પવિત્ર વિધિના ચોથા દિવસે, લોકો રામ લલ્લાના દર્શન કરવા માટે કતારોમાં ધીરજપૂર્વક ઉભા રહ્યા હતા.

 3.25 લાખથી વધુ ભક્તોએ મુલાકાત લીધી

મળતી માહિતી પ્રમાણે અયોધ્યા, 26 જાન્યુઆરી, શુક્રવારે ગણતંત્ર દિવસના રોજ 3.25 લાખથી વધુ ભક્તોએ અહીં રામ મંદિરની મુલાકાત લીધી હતી.

ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથની સૂચના પર રાજ્યના મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદ અને પોલીસ કાયદો અને વ્યવસ્થાના મહાનિર્દેશક પ્રશાંત કુમાર શ્રદ્ધાળુઓના સરળ દર્શનની વ્યવસ્થાની સમીક્ષા કરવા અયોધ્યા પહોંચ્યા હતા. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ જ ક્રમમાં મુખ્ય સચિવ (ગૃહ) અયોધ્યાની મુલાકાત લીધી. આ પહેલા સવારે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મંદિર પરિસરનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

અધિકારીઓએ મંદિર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું

ગણતંત્ર દિવસની વચ્ચે, મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદ અને મહાનિર્દેશક કુમાર અને અન્ય અધિકારીઓ સાથે શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસરની મુલાકાત લીધી. આ દરમિયાન પ્રસાદે ભક્તોના સુગમ દર્શન માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. 

એક સત્તાવાર નિવેદન અનુસાર, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ મંદિરમાં ભક્તોના દર્શન અને અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા અને અન્ય ટ્રાફિક વ્યવસ્થા અંગે નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે.

દર્શન અને આરતીનો સમય નક્કી

  • રામલલાની મંગળા આરતી સવારે 4.30 વાગ્યે 
  • શ્રૃંગાર આરતી સવારે 6.30 વાગ્યે 
  • બપોરે 12 વાગ્યે ભોગ આરતી
  • સંધ્યા આરતી 7.30 વાગ્યે
  • ભોગ આરતી  9 વાગ્યે
  • શયન આરતી  10 વાગ્યે

અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમામ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ભક્તિભાવ સાથે લાઈનમાં ઉભા છે અને પ્રસાદ પણ મેળવી રહ્યા છે. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે આરતી અને દર્શનની સમય યાદી બહાર પાડી છે. 

વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના મીડિયા પ્રભારી શરદ શર્માના જણાવ્યા અનુસાર, રામલલાની મંગળા આરતી સવારે 4.30 વાગ્યે થશે અને શ્રૃંગાર આરતી સવારે 6.30 વાગ્યે થશે. આ પછી ભક્તો સાત વાગ્યાથી દર્શન કરી શકશે. આ સિવાય બપોરે 12 વાગ્યે ભોગ આરતી, 7.30 વાગ્યે સંધ્યા આરતી, 9 વાગ્યે ભોગ આરતી અને 10 વાગ્યે શયન આરતી થશે.  શર્માએ જણાવ્યું કે, સવારની મંગળા આરતી દરમિયાન મંદિરના દરવાજા સામાન્ય દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

adv

Related News

post
post
post
post
post
post
post