• Home
  • News
  • કેલિફોર્નિયામાં 3 કરોડ લોકો પૂરના જોખમમાં:2 લાખ ઘરમાં અંધારપટ, ઘણા વિસ્તારો ડૂબી ગયા
post

US પ્રમુખ બાઈડને કેલિફોર્નિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કટોકટી લાદી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-11 17:05:31

અમેરિકાના કેલિફોર્નિયામાં છેલ્લા બે સપ્તાહથી ખતરનાક વાવાઝોડાએ તબાહી મચાવી છે. 26 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 6 તોફાન આવ્યા છે જેમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યની 90% વસતિ એટલે કે 3 કરોડ 40 લાખ લોકો પૂરના જોખમમાં છે.સતત વાવાઝોડાને કારણે 2 લાખ 20 હજારથી વધુ ઘરો અને દુકાનોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. 35 હજાર લોકોને તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂરની સંભાવના છે. આ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

·         વરસાદ અને પૂરના કારણે રસ્તાઓ તૂટી ગયાઃ કેલિફોર્નિયાના રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહી રહ્યું છે. લોસ એન્જલસ શહેરમાં રોડ તૂટી પડતાં બે વાહનો ખાડામાં પડ્યાં હતાં. અન્ય ઘણા ક્ષેત્રોની પણ આ જ સ્થિતિ છે.

·         ભૂસ્ખલનથી જનજીવન પ્રભાવિત: કેલિફોર્નિયાના હાઇવે પર અચાનક ભૂસ્ખલનને કારણે લોકોને વાહનો ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. પ્રશાસને આ માટે ચેતવણી જાહેર કરી છે.

·         5 વર્ષનો છોકરો અચાનક પૂરમાં વહી ગયો: પાસો રોબલ્સ શહેરમાં 5 વર્ષનો છોકરો શાળાએ જવાના માર્ગ પર અચાનક પૂરમાં વહી ગયો. અધિકારીઓના જણાવ્યા અનુસાર તે હજુ પણ ગુમ છે.

·         જો બાઈડને કટોકટી જાહેર કરી: US પ્રમુખ બાઈડને કેલિફોર્નિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કટોકટી લાદી છે. જેના કારણે લોકોને વહેલી તકે આપત્તિમાં રાહત મળશે.

·         વધુ 4 તોફાન આવશેઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 10 દિવસમાં વધુ 4 વાવાઝોડાની શક્યતા છે. આ ઉત્તરી કેલિફોર્નિયા વિસ્તારને ખૂબ અસર કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post