• Home
  • News
  • બિહારના 23 જિલ્લામાં વીજળી પડવાથી 83ના મોત, ઉત્તરપ્રદેશમાં 23 અને ઝારખંડમાં 4ના મોત થયા
post

હવામાન વિભાગે કહ્યું- 12 જિલ્લામાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ થઇ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 09:27:52

પટણા: ગુરૂવારે વીજળી પડવાના લીધે બિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડમાં 110 લોકોના મોત થયા હતા. સૌથી વધુ મોત બિહારમાં થયા હતા. અહીં 23 જિલ્લામાં 83 લોકોના મોત થયા હતા.  ગોપાલગંજમાં 14, મધુબની અને નવાદામાં 8-8 તેમજ સીવાન-ભાગલપુરમાં 6-6 લોકોના મોત થયા હતા. દરભંગા, પૂર્વી ચંપારણ અને બાંકામાં 5-5 લોકોના મોત થયા હતા. ખગડિયા અને ઔરંગાબાદમાં 3-3 તેમજ પશ્વિમી ચંપારણ, કિશનગંજ, જહાનાબાદ, જમુઇ, પૂર્ણયા, સુપૌલ, કૈમૂર તેમજ બક્સરમાં 2-2 લોકોના મોત થયા હતા. સમસ્તીપુર, શિવહર, સીતામઢી અને મધેપુરામાં એક એક વ્યક્તિનું મોત થયું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે આ માહિતી આપી છે. 

મુખ્યમંત્રી નીતીશ કુમારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે ખરાબ હવામાનમાં સાવધાની રાખે અને વરસાદ દરમિયાન ઘરમાં અથવા સુરક્ષિત સ્થળે જ રહે. 

ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ મોત દેવિરયામાં થયા
ઉત્તરપ્રદેશમાં 23 અને ઝારખંડમાં 4 લોકોના મોત થયા હતા. વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે ઉત્તરપ્રદેશમાં કુશીનગર, ફતેહપુર, ઉન્નાવ, બલરામપુરમાં 1-1, બારાબંકીમાં 2, આમ્બેડકરનગરમાં 3, પ્રયાગરાજમાં 6 અને દેવરિયામાં 9ના મોત થયા હતા. ઝારખંડના પલામૂ અને ગઢવા જિલ્લામાં વીજળીની ચપેટમાં આવવાથી મહિલા સહિત 4 લોકોના મોત થયા હતા.

મોદીએ કહ્યું- રાજ્ય સરકારો રાહતકાર્યમાં જોડાયેલી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું- બિહાર અને ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ અને વીજળીના લીધે ઘણા લોકોના મોતના દુખદ સમાચાર સાંભળ્યા. રાજ્ય સરકારો રાહતકાર્યમાં જોડાયેલી છે. જે લોકોએ તેમના વહાલસોયા ગુમાવ્યા છે તેમના પરિવારજનો પ્રત્યે હું સવેદના વ્યક્ત કરું છું. 

હવામાન વિભાગે આગામી 48 કલાક માટે 12 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેમાં પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા, સહરસા અને મધેપુરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કટિહાર, ભાગલપુર, બાંકા, મુંગેર, ખગડીયા અને જમુઇમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દેશમાં ત્રણ સિસ્ટમ્સ સક્રિય છે. ઉત્તર છત્તીસગ અને મધ્યપ્રદેશમાં ચક્રવાતની હવા જોવા મળે છે. આ સિસ્ટમ ધીરે ધીરે ઉત્તર-પૂર્વ તરફ જશે અને બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના તરાઇ વિસ્તારોની નજીક પહોંચી જશે. 27 જૂન સુધી તરાઇ વિસ્તારોમાં પણ ચોમાસાની અસર રહેશે. આને કારણે બિહારમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ , 25થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૂર્વ તરફથી હવા આવશે.

adv

Related News

post
post
post
post
post
post
post