• Home
  • News
  • એક યુદ્ધવિમાનને બદલે 3244 આઇસીયુ બેડ ખરીદી શકાય છે, જ્યારે એક સબમરીનના ખર્ચમાં 9180 એમ્બ્યુલન્સ ખરીદી શકાય: ગ્રીન પીસ
post

એક ટેન્કનો ખર્ચ ઓછો કરી 440 વેન્ટિલેટર્સ ખરીદી શકાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-30 10:38:18

લંડન: કોરોના સંકટ છતાં વિશ્વભરમાં હથિયારો પર ખર્ચ વધતો જઇ રહ્યો છે. આશરે તમામ દેશ સંરક્ષણ બજેટ વધારી રહ્યા છે. પરંતુ તેનો  થોડો પણ ભાગ જો આરોગ્ય ક્ષેત્રે ખર્ચવામાં આવે તો મોટા પાયે સુધારો થઇ શકે છે. જેમ કે એક યુદ્ધવિમાનના બદલે 3244 આઇસીયુ બેડ લગાવી શકાય છે. સબમરીનના સ્થાને આધુનિક સુવિધાઓવાળી 9 હજારથી વધુ એમ્બ્યુલન્સ ખરીદી શકાય છે. આ તુલના ગ્રીનપીસના તાજેતરના રિપોર્ટમાં કરવામાં આવી છે. 


છેલ્લા કેટલાક મહિનામાં આપણને એ શીખવાડવામાં આવ્યું કે સૈન્યશક્તિ દ્વ્રારા સુરક્ષા મેળવી શકાય નહીં. કોવિડ-19ને કારણે અબજો લોકો લૉકડાઉનમાં ફસાયેલા છે. આપણે ભયાનક રીતે જોઇ રહ્યા છે કે વિશ્વભરમાં આરોગ્ય પ્રણાલીઓ પોતાની ક્ષમતાની ચમરસીમા સુધી પહોંચી રહી છે કે તેનાથી પણ આગળ જઇ રહી છે. ફ્રન્ટલાઇન પર તહેનાત કર્મચારી બહુ જ દબાણમાં છે. તેથી એ જોવું જરૂરી છે કે સંરક્ષણ ખર્ચમાં નજીવો ઘટાડો કરી આરોગ્ય ક્ષેત્રે કેવા મોટા સુધારા થઇ શકે છે.
નાના જહાજને બદલે 10,662 ડોક્ટરોને આખ વર્ષનો પગાર આપી શકીએ છીએ

હથિયાર

કિંમત (રૂપિયામાં)

શું થઇ શકે 

 એફ-35 જેટ    

670 કરોડ

3244 આઇસીયુ બેડ

સબમરીન

21000 કરોડ    

9180 એમ્બ્યુલન્સ

 ટ્રાઇડન્ટ મિસાઇલ

228 કરોડ

17 કરોડ માસ્ક

લેપર્ડ ટેન્ક

76 કરોડ

440 વેન્ટિલેટર્સ

મલ્ટિપર્પઝ જહાજ

7000 કરોડ

10662 ડોક્ટર્સનો વાર્ષિક પગાર

 

adv

Related News

post
post
post
post
post
post
post