• Home
  • News
  • સ્ટોરેજ માર્કેટમાં 4% ગ્રોથ:ભારતમાં હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ અને મેમરી કાર્ડનું ખૂબ વેચાણ થયું, 73% માર્કેટ શેર સાથે સેનડિસ્ક સૌથી આગળ રહી
post

માર્કેટમાં SD અને SD કાર્ડ કેટેગરીમાં સેનડિસ્ક સિવાય અન્ય બ્રાંડનું યોગદાન ઓછું રહ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-26 11:43:24

સ્ટોરેજ માર્કેટમાં 4% વધારો થયો છે. ઇન્ડિયન કન્ઝ્યુમર સ્ટોરેજ માર્કેટે આ ગ્રોથમાં મેમરી કાર્ડ, હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઈવ સામેલ કરી છે. મંગળવારે આવેલા રિપોર્ટ પ્રમાણે, પ્રથમ ત્રિમાસિકમાં સન ડિસ્ક આ ત્રણેય કેટેગરીમાં સૌથી આગળ છે. ઇન્ડિયન કન્ઝ્યુમર સ્ટોરેજ ફ્લેશ ડિવાઈસિઝ માર્કેટ રીવ્યૂના સાઈબર મીડિયા રિસર્ચે રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે સન ડિસ્ક 73% માર્કેટ શેર સાથે લીડર છે. બીજા સ્થાને 3% સાથે HP છે, જ્યારે નોનબ્રાન્ડેડના પણ અમુક માર્કેટ શેર છે.

પ્રથમ ચોઈસ ફ્લેશ ડ્રાઈવ
રિપોર્ટ પ્રમાણે માર્કેટમાં 15%નો વધારો થયો છે. ફ્લેશ ડ્રાઈવની ભાગીદારી 64% છે. તેમાં 45% માર્કેટ શેર સાથે 32 GB સ્ટોરેજ યુઝરને વધારે ગમ્યું.

બીજી બ્રાંડનું વધારે યોગદાન નથી
CMR
ની હેડ એનાલિસ્ટ શિપ્રા સિંહાનાં જણાવ્યા પ્રમાણે, ડ્રાઈવની લોકપ્રિયતા ફ્લેશ ડ્રાઈવ માર્કેટમાં વધારો થવાથી થઈ. માર્કેટમાં SD અને SD કાર્ડ કેટેગરીમાં સેનડિસ્ક સિવાય અન્ય બ્રાંડનું યોગદાન ઓછું રહ્યું. આ વર્ષે કુલ મળીને માર્કેટમાં વધારો થયો છે.

રિપોર્ટ પ્રમાણે આખા માઈક્રો SD સેગ્મેન્ટને લીધે આ વર્ષના અંત સુધી આખું ફ્લેશકાર્ડ માર્કેટ સપાટ રહેશે.

બીજી લહેરથી સપ્લાયમાં ખરાબ અસર
હાલ ડ્યુઅલ ડ્રાઈવની માગ વધારે છે, તેનાથી વર્ષ 2021ના અંત સુધીમાં ફ્લેશ ડ્રાઈવ માર્કેટમાં 10%નો વધારો થઈ શકે છે. શિપ્રાનાં જણાવ્યા પ્રમાણે, વર્ષ 2021ના બીજા ત્રિમાસિકમાં કોરોનાવાઈરસની બીજી લહેર અને સપ્લાય રોકાઈ જતા ખરાબ અસર પડશે. સ્માર્ટફોનમાં ઇન્ટરનલ મેમરીનો ઉપયોગ વધી રહ્યો છે તેને લીધે ફ્લેશકાર્ડની વધારે માગ રહેશે.

adv

Related News

post
post
post
post
post
post
post