• Home
  • News
  • માર્ચ મહિનામાં 1.78 લાખ કરોડનું જીએસટી કલેક્શન રહ્યું, સરકારે આખા વર્ષમાં 20 લાખ કરોડની કમાણી કરી
post

માર્ચ મહિનામાં ₹1,78,484 કરોડના GST કલેક્શનમાંથી CGST રૂ. 34,532 કરોડ અને SGST રૂ. 43,746 કરોડ હતું

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-02 19:54:48

નવી દિલ્લી: સરકારે માર્ચમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માંથી રૂ. 1.78 લાખ કરોડનું કલેક્શન કર્યું છે. નાણાકીય વર્ષ 2023-2024નું આ બીજું સૌથી મોટું કલેક્શન છે. એપ્રિલ 2023માં 1.87 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું. નાણાકીય વર્ષ (2022-23) માટે માર્ચ મહિનાના કલેક્શન કરતાં 11.5% વધુ છે. ત્યારે જીએસટીમાંથી 1.60 લાખ કરોડ રૂપિયા એકત્ર થયા હતા. નાણાકીય વર્ષ 2024માં GST કલેક્શન 11.7% વધીને રૂ. 20.14 લાખ કરોડ થયું. દર મહિને ​​​​​​ કલેક્શન વધીને સરેરાશ રૂ. 1.68 લાખ કરોડ રહ્યું. ગયા નાણાકીય વર્ષ (2022-23)માં કલેક્શન રૂ. 1.5 લાખ કરોડ હતું.

CGST ₹34,532 કરોડ, SGST ₹43,746 કરોડ
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનામાં ₹1,78,484 કરોડના GST કલેક્શનમાંથી CGST રૂ. 34,532 કરોડ અને SGST રૂ. 43,746 કરોડ હતું. ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (IGST): ₹87,947 કરોડ, જેમાં આયાતી માલ પર એકત્રિત ₹40,322 કરોડનો સમાવેશ થાય છે. સેસ ₹12,259 કરોડ છે, જેમાં આયાતી માલ પર એકત્રિત ₹996 કરોડનો સમાવેશ થાય છે.

adv

Related News

post
post
post
post
post
post
post