• Home
  • News
  • 4% અમેરિકી ભારત, ચીન અને રશિયાનું નામ પણ નથી જાણતા, 7 ટકા લોકોએ પાકિસ્તાન તો 5%એ અફઘાનિસ્તાનનું નામ પણ નથી સાંભળ્યું
post

51 ટકા લોકોને ખબર જ નથી કે ઈરિટ્રિયા, સૂરનામ, બુર્કિના ફાસો દેશ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-07 10:36:24

રાષ્ટ્રપતિની ચૂંટણીને લીધે અમેરિકાની ચર્ચા હાલ આખી દુનિયામાં છે. જ્યારે એક સરવેમાં ખુલાસો થયો કે દુનિયા વિશે અમેરિકીઓની જાણકારી ખૂબ જ મર્યાદિત છે. 40%થી વધુ અમેરિકી દુનિયાના આશરે 20 દેશો વિશે જાણતા નથી. 4% અમેરિકી એવા પણ છે જેમણે ક્યારેય ભારત, ચીન અને રશિયા જેવા દેશો વિશે સાંભળ્યું પણ નથી.

45%ને આ 10 દેશોની માહિતી જ નથી
બુર્કિના ફાસો ઉપરાંત બુરુન્ડી, મોરિતાનિયા અને લીસોથો એવા દેશ છે જેમના વિશે અડધાથી વધુ અમેરિકીઓને ખબર નથી.

મોરેશિયસમાં 200 અમેરિકી કંપનીઓ છે
ટેક્સ હેવન તરીકે ચર્ચિત મોરેશિયસમાં જુદાં જુદાં ક્ષેત્રોની 200થી વધુ અમેરિકી કંપનીઓ કામ કરી રહી છે તેમ છતાં અડધા અમેરિકી આ દેશ વિશે નથી જાણતા. બંને દેશો વચ્ચે લાંબા સમયથી ધંધાકીય સંબંધ રહ્યા છે.

અમેરિકીઓને ચીન, પાકિસ્તાન નાપસંદ
અમેરિકી લોકો દુનિયાના 195 દેશો વિશે અલગ અલગ અભિપ્રાય ધરાવે છે. 41% લોકો પાકિસ્તાનને તો 49% અમેરિકી ચીનને નાપસંદ કરે છે. તેમના માટે દુનિયાના સૌથી ખરાબ 10 દેશોમાંથી 7 ઈસ્લામિક દેશ છે.

દેશ

ન જાણનારા લોકો

બુર્કિના ફાસો

53%

બુરુન્ડી

52%

મોરિતાનિયા

51%

લીસોથો

51%

ઈરીટ્રિયા

49%

બેનિન

48%

ઈસ્ટ તિમોર

46%

ગેબન

46%

મલાવી

45%

મોરેશિયસ

45%

આ દેશોની વસતી 10 લાખથી વધુ છે પણ અમેરિકી તેમના વિશે જાણતા નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post