• Home
  • News
  • ગુજરાતની 48.8% મહિલાઓ પાસે મોબાઇલ પણ 70%એ ઇન્ટરનેટનો ઉપયોગ નથી કર્યો
post

12 રાજ્યો - કેન્દ્રશાસિત પ્રદેશમાં 60% મહિલાઓએ ઇન્ટરનેટ વાપર્યું નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-16 10:57:13

દેશના 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં 60 ટકાથી વધુ મહિલાઓએ આજસુધી ક્યારેય પણ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો નથી. કોરોનાકાળમાં ઓનલાઇન શિક્ષણ અને ડિજિટલ ઇન્ડિયાની બોલબાલા વચ્ચે નેશનલ ફેમિલી હેલ્થ સરવેના આંકડાઓ ચોંકાવનારા છે. આ સરવે 22 રાજ્ય અને કેન્દ્રશાશિત પ્રદેશોને આવરી લેવાયા હતા. ગુજરાતમાં 70 ટકા મહિલાઓએ ક્યારેય ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો નથી. માત્ર 30.8 ટકા મહિલાઓએ જ ઇન્ટનેટનો ઉપયોગ કર્યો છે જેમાં શહેરી વિસ્તારમાં ઇન્ટરનેટ વાપરતી મહિલાઓની ટકાવારી 48.9 ટકા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આ ટકાવારી માત્ર 17.5 ટકા છે. જોકે, મોબાઇલ ધારક મહિલાઓની ટકાવારી 48.8 ટકા છે જેમાં શહેરી વિસ્તારમાં 66 ટકા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 36.2 ટકા છે.

ગુજરાતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા પુરુષોની ટકાવારી 58.9 ટકા છે જેમાં શહેરી વિસ્તારમાં ટકાવારી 72.9 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ટકાવારી 48 છે. આંધ્રપ્રદેશમાં ઇન્ટરનેટ વાપરતા પુરૂષોની ટકાવારી 48.8 ટકા, આસામમાં 42.3 ટકા, બિહારમાં 43.6 ટકા, મેઘાલયમાં 42.1 ટકા, ત્રિપુરામાં 45.7 ટકા, પ.બંગાળમાં 46.7 ટકા, આંદામનમાં 46.5 ટકા છે. સર્વેના પરિણામ મુજબ, મહિલાઓમાં સાક્ષરતાના પ્રમાણમાં આંધ્રપ્રદેશમાં 68.6 ટકા, બિહાર 57.8 ટકા, તેલંગાણા 66.6 ટકા પાછળ છે જ્યારે કેરાલા 98.3 ટકા, લક્ષદ્રીપ 96.5 ટકા, મિઝોરમ 94.4 ટકા સાથે આગળ છે. ગુજરાતમાં 76.5 ટકા મહિલાઓ સાક્ષર છે જ્યારે 90.9 ટકા પુરૂષો સાક્ષર છે. 33.8 ટકા મહિલાઓ ધોરણ 10 કે એથી વધારે ભણેલી છે.

ઇન્ટરનેટ વપરાશમાં આ રાજ્યોની મહિલાઓ પાછળ

આંધ્રપ્રદેશ

21.00%

ત્રિપુરા

22.90%

પ.બંગાળ

25.50%

તેલંગાણા

26.50%

આસામ

28.20%

બિહાર

20.60%

ગુજરાત

30.80%

મેઘાલય

34.70%

આંદામાન

34.80%

કર્ણાટક

35.00%

દમણ-દીવ

36.70%

મહારાષ્ટ્ર

38.00%

ગુજરાતની માત્ર 17 ટકા ગ્રામીણ મહિલાઓ ઇન્ટરનેટની જાણકાર

વર્ગ

શહેરી

ગ્રામ્ય

કુલ

મહિલાઓ

48.9

17.5

30.8

પુરુષો

72.9

48.0

58.9

 

adv

Related News

post
post
post
post
post
post
post