• Home
  • News
  • ૪૯ વર્ષના પાકિસ્તાની સાંસદે ૧૮ વર્ષની યુવતી સાથે ત્રીજા લગ્ન કર્યાં
post

૧૮ વર્ષની દુલ્હન સઈદાનો સાંસદ પતિ આમિર સાથેનો રોમેન્ટિક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-12 11:29:46

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી પીટીઆઈના સાંસદ આમિર લિયાકત હુસૈને ૧૮ વર્ષની યુવતી સાથે ત્રીજાં લગ્ન કર્યા હતા. એ ઘટના પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. બંનેનો એક રોમેન્ટિક વીડિયો પણ ખૂબ લોકપ્રિય થયો હતો. પાકિસ્તાની સાંસદના મીમ્સ પણ ખૂબ વાયરલ થયા છે.


પાકિસ્તાનના ૪૯ વર્ષના સાંસદ આમિર લિયાકત હુસૈને એક ૧૮ વર્ષની યુવતી સઈદા અનવર સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. જે દિવસે સાંસદે બીજી પત્ની સાથે છૂટાછેડાની જાહેરાત કરી એ જ દિવસે બીજા લગ્ન કર્યા હતા. આ સાંસદે પાકિસ્તાની અભિનેત્રી ટૂબા સાથે લગ્ન કર્યા હતા. ૪૯ વર્ષના સાંસદે બેહદ ખૂબસુરત યુવતી સાથે લગ્ન કર્યા તેનાથી પાકિસ્તાની સોશિયલ મીડિયામાં તેના મીમ્સ બન્યા હતા. પાકિસ્તાની સાંસદે જે વયની છોકરી સાથે લગ્ન કર્યા એટલી જ વયની તેની દીકરી પણ છે. લોકોએ તેની દીકરીને ઈન્સ્ટાગ્રામમાં ટેગ કરીને પોસ્ટ મૂકી હતી. એ પછી સાંસદની દીકરી દુઆએ લખ્યું હતું કે મારા પરિવાર વિશે કોઈ જ ટીપ્પણી ન કરો તો તમારા સૌનો આભાર. આ એકાઉન્ટ મારા આર્ટ માટે છે અને તેની જ ચર્ચા થાય તે યોગ્ય છે. તેના સૂરમાં પિતાએ ૧૮ વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા તેની નારાજગી પણ જોવા મળી હતી.


બીજી તરફ આ કપલ પાકિસ્તાનમાં બેહદ પોપ્યુલર થઈ ગયું હતું. બંનેનો એક રોમેન્ટિક વીડિયો વાયરલ થયો હતો. જેમાં દુલ્હને લખ્યું હતું કે અમે હવે લગ્ન માટે તૈયાર છીએ. એ પછી એક વીડિયો તેણે સવારે મૂક્યો હતો. એ  વીડિયોમાં તેણે કરાચીના નવા ઘરેથી સવારે લાઈવ કર્યું હતું. એ ઉપરાંત એક વીડિયોમાં બંને એક ઈન્ટરવ્યૂ પણ આપે છે. જેમાં દુલ્હન દાવો કરે છે કે તેને ટીનેજથી જ સાંસદ માટે પ્રેમ થયો હતો.


૪૯ વર્ષના સાંસદે ૧૮ વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા એ સમાચાર પછી સોશિયલ મીડિયામાં મીમ્સ વાયરલ બન્યા હતા. લોકોએ સલમાન ખાનને ઉદાસ બતાવીને લખ્યું હતું કે એક ગ્રેજ્યુએટને નોકરી ન મળે અને નિવૃત્ત થયેલાને મોટો પગાર ઓફર થાય એવી આ ઘટના છે. સાંસદ અને તેની દુલ્હન સઈદાના ત્રણ જ વીડિયોને અસંખ્ય લોકોએ જોયો છે. બંનેને બેહદ લોકપ્રિયતા મળી છે.

adv

Related News

post
post
post
post
post
post
post