• Home
  • News
  • 5.1ની તીવ્રતાના ભૂકંપની ઉધમપુર, કિશ્તવાડ, ડોડા અને પૂંછ ધણધણ્યા, ગભરાઈને લોકો ઘરની બહાર દોડી આવ્યા
post

ભૂકંપ પછી નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીએ આ મેપ જાહેર કર્યો.

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-12 10:29:33

જમ્મુ-કાશ્મીરમાં સોમવારે સાંજે સાડાસાત વાગ્યાની આસપાસ ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે, જેનું કેન્દ્રબિંદુ જમ્મુના કટરાથી 63 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વમાં જમીનથી 5 કિલોમીટરની અંદર નોંધાયું છે. રિક્ટર સ્કેલ પર

ભૂકંપની તીવ્રતા 5.1 નોંધાઈ છે. હજુ સુધી કોઈ નુકસાનની જાણકારી સામે આવી નથી.

ઉધમપુર, ડોડા,કિશ્તવાડ અને પૂંછમાં આંચકા અનુભવાયા છે. કિશ્તવાડ અને ઉધમપુર જિલ્લામાં લોકો ભૂકંપ દરમિયાન લોકો પોતાના ઘરની બહાર ખુલ્લાં મેદાનમાં નીકળી ગયા હતા.

જમ્મુ- કાશ્મીરમાં આ વર્ષે બીજી વખત ભૂકંપ
જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલાં 4 જાન્યુઆરીએ બંદીપોરામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગત વર્ષે ડિસેમ્બરમાં 4 વખત આંચકા આવ્યા હતા. 16 ડિસેમ્બર ત્રણ વખત 4,43 અને 3.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. 21 ડિસેમ્બરે પણ 3.7ની તીવ્રતાનો ઝાટકો અનુભવાયો હતો.

શનિવારે હિમાચલમાં ઝાટકાનો અનુભવ થયો હતો
શનિવારે 9 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશમાં અનેક વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપના આંચકા પછી લોકો ગભરાઈને પોતાના ઘરમાંથી બહાર આવી ગયા હતા. ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી મુજબ રાત્રે લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ ભૂકંપનું કેન્દ્રબિંદુ કાંગડાના કરેરી લેકમાં નોંધાયુ હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post