• Home
  • News
  • વિશ્વની 5 વિચિત્ર સજા, કોર્ટે કોઈને કાર્ટૂન જોવાની તો કોઈને સંગીત સાંભળવાની આપી સજા!
post

વિશ્વના દરેક દેશમાં ગુનાહિત નિયંત્રણ માટે વિશેષ કાયદા બનાવવામાં આવ્યા છે. કોઈપણ ગુનેગારને તેના ગુના માટે કાયદા હેઠળ ચોક્કસ સજા આપવામાં આવે છે, પછી ભલે તે ગુનો નાનો હોય કે મોટો. ગુનેગારને તેના દ્વારા કરવામાં આવેલા ગુનાનો દંડ ભરવો પડે છે અથવા તો નક્કી કરેલ સમય જેલમાં પસાર કરવો પડે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-12 11:54:04

નવી દિલ્લીઃ વિશ્વના દરેક દેશમાં ગુનાહિત નિયંત્રણ માટે વિશેષ કાયદા બનાવવામાં આવ્યા છે. કોઈપણ ગુનેગારને તેના ગુના માટે કાયદા હેઠળ ચોક્કસ સજા આપવામાં આવે છે, પછી ભલે તે ગુનો નાનો હોય કે મોટો. ગુનેગારને તેના દ્વારા કરવામાં આવેલા ગુનાનો દંડ ભરવો પડે છે અથવા તો નક્કી કરેલ સમય જેલમાં પસાર કરવો પડે છે. પરંતુ જરા વિચારો, જો કોઈ ગુનેગારને તેના ગુના બદલ વિચિત્ર સજા આપવામાં આવે તો શું થાય? અહીં આજે એવી કેટલીક વિચિત્ર સજાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

સ્પેનના અંદાલુસિયામાં રહેતા એક 25 વર્ષીય વ્યક્તિના માતા-પિતાએ તેને પોકેટ મની આપવાની બંધ કરી દીધી. જ્યારબાદ આ મામલો કોર્ટમાં લાવ્યો હતો. જેના ચુકાદા દરમિયાન કોર્ટે તે વ્યક્તિને સજા સંભવાની અને તેને 30 દિવસ સુધી માતા-પિતાનું ઘર છોડવાનો વારો આવ્યો. આમ થયા બાદ તે વ્યક્તિને પગભર થવાની ફરજ પડી. 2003માં, અમેરિકાના શિકાગોમાં રહેતા બે છોકરાઓએ નાતાલના આગલા દિવસે ચર્ચમાંથી ઈસુ ખ્રિસ્તની પ્રતિમા ચોરી અને નુકસાન પહોંચાડ્યું. આ ગુનામાં દોષી સાબિત થતાં બંનેને 45 દિવસની જેલની સજા ફટકારવામાં આવી. આ ઉપરાંત, તેને પોતાના વતનમાં ગધેડા સાથે કૂચ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.

2008માં, ન્યૂયોર્કમાં રહેતા એન્ડ્ર્યૂ વેક્ટરને તેમની કારમાં મોટેથી સંગીત સાંભળવા બદલ 120 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એન્ડ્રયૂ વેક્ટર કારમાં પોતાની પ્રિય 'રૈપ' સાંભળી રહ્યો હતો. જોકે, ન્યાયાધીશએ પછીથી કહ્યું કે તે દંડ ઘટાડીને 30 પાઉન્ડ કરી દેશે. સાથે જ વેક્ટરને 20 કલાક સુધી બીથોવન, વાદ્ય અને શોપનનું શાસ્ત્રીય સંગીત સાંભળવાનો આદેશ કર્યો.

અમેરિકાના ઓક્લાહોમામાં રહેતા 17 વર્ષીય ટાઈલર એલરેડ નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો, જેથી દુર્ઘટનામાં તેના મિત્રની મોત થઈ હતી. આ ઘટના 2011ની છે. ટાઈલર તે સમયે હાઇસ્કૂલમાં હોવાથી, કોર્ટે તેને એક વર્ષ માટે હાઈસ્કૂલ અને ગ્રેજ્યુએશન પૂરું કરવા ઉપરાંત આખુ વર્ષ ડ્રગ, દારૂ અને નિકોટિન ટેસ્ટ કરાવવાની સજા કરી. સાથે જ તેને 10 વર્ષ સુધી ચર્ચમાં જવાની સજા સંભળાવી હતી. અમેરિકાના મિસૌરીમાં રહેતા ડેવિડ બેરી નામના વ્યક્તિએ સેંકડો હરણનો શિકાર કર્યો હતો. 2018માં, તેને આ ગુનામાં દોષિત ગણાવી, કોર્ટે મહિનામાં ઓછામાં ઓછા એક વર્ષ સુધી ડિઝનીના બામ્બી કાર્ટૂન જોવાની સજા સંભળાવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post