• Home
  • News
  • ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાથી દેશની ઓઈલ કંપનીઓને 9 મહિનામાં 57000 કરોડનો ફટકો
post

ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન ક્રુડ ઓઈલના એક બેરલનો ભાવ 80 ડોલર હતો અને આ વર્ષે 104 ડોલર પ્રતિ બેરલ ભાવ જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન રહ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-18 18:54:43

નવી દિલ્હી: તહેવારોની સિઝનમાં લોકો આશા રાખી રહ્યા છે કે, સરકાર પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારીને લોકોને વધુ એક મોંઘવારીનો ફટકો ના મારે. ગયા વર્ષે સરકારે દિવાળી પહેલા જ પેટ્રોલ અને ડિઝલ પરનો ટેક્સ ઘટાડીને લોકોને રાહત આપી હતી.જોકે આ વખતે પરિસ્થિતિ અલગ છે. ક્રુડ ઓઈલના વધેલા ભાવ અને પેટ્રોલ ડિઝલની કિંમતો સ્થિર રાખવામાં આવી હોવાથી પેટ્રોલિયમ કંપનીઓને નવ મહિનામાં 57000 કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન ક્રુડ ઓઈલના એક બેરલનો ભાવ 80 ડોલર હતો અને આ વર્ષે 104 ડોલર પ્રતિ બેરલ ભાવ જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન રહ્યો છે.

મૂડીઝે ઓઈલ કંપનીઓને થયેલા નુકસાનનો આંકડો જાહેર કરીને કહ્યુ છે કે, ભલે સરકારે 22000 કરોડ રૂપિયાની સહાય તેલ કંપનીઓને કરી હોય પણ એ પછી ય કંપનીઓ મોટુ નુકસાન કરી રહી છે.આ સંજોગોમાં લોકોને પેટ્રોલ ડિઝલના ભાવ વધારાથી રાહત માટે લાંબો સમય રાહ જોવી પડે તેમ છે.

દેશની ત્રણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલની આ વર્ષની આવક પણ ઘટશે. તેલ કંપનીઓને થોડી રાહત એ વાતથી મળી છે કે, સપ્ટેમ્બર બાદ ક્રુડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરથી નીચે રહ્યા છે. પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો ત્યારે જ થઈ શકશે જ્યારે ક્રુડ ઓઈલના ભાવ ઘટશે અથવા સરકાર પોતે રાહત આપે. મંદીના ઓછાયા વચ્ચે ક્રુડ ઓઈલના ભાવમાં નરમાશ જોવા મળી રહી છે. જો ભાવમાં વધારે ઘટાડો થયો તો તેલ કંપનીઓ લોકોને રાહત આપી શકે છે.આ સિવાય રાહત આપવાનો નિર્ણય સરકાર જ લઈ શકે તેમ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post