• Home
  • News
  • દેશના શહેરોમાં 58 % લોકો પાસે ઇન્ટરનેટ નહીં, ગામડામાં 15 ટકા લોકો પાસે જ ઇન્ટરનેટ
post

દેશમાં 35 કરોડ સ્ટુડન્ટ પણ કેટલાની પાસે ઇન્ટરનેટ એ વિશે કોઈ માહિતી નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-08 09:48:37

નવી દિલ્હી: કોરોના વાઈરસના કારણે દેશમાં ઓનલાઈન ક્લાસ અને ઈન્ટરનેટ પર અભ્યાસ કરવા પર ભાર આપવામાં આવી રહ્યું છે. પરંતુ નિષ્ણાંતોના મતે, દેશમાં ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત વચ્ચે ઓનલાઈન ક્લાસ અમુક બાળકો માટે ખરાબ સ્વપ્ન સાબિત થઈ શકે છે. તાજેતરમાં કેરળમાં એક વિદ્યાર્થીનીએ ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરવા માટે સ્માર્ટફોન ના હોવાથી આત્મહત્યા કરી હતી. ઘણા વિસ્તારોમાં બાળકો પાસે સ્માર્ટફોન છે તેમને નબળા ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે ઘરના ધાબા પર જઈને ભણવું પડે છે, આ ઉપરાંત જે ઘરોમાં એકથી વધુ બાળકો છે ત્યાં માતા-પિતાના સ્માર્ટફોન મેળવવા માટે સંઘર્ષ જોવા મળે છે, જેથી બાળકો પોતાની ઓનલાઈન ક્લાસ જોઈન કરી શકે. 


ઓનલાઈન ક્લાસમાં ભણવા વારાફરતી રાહ જોવી ચિંતાજનક
ભારતમાં શિક્ષણ પર સામાજીક અનુભવની રિપોર્ટ અનુસાર, ગ્રામીણ ભારતમાં માત્ર 15 ટકા લોકો સુધી ઈન્ટરનેટ પહોંચી શક્યું છે. જ્યારે શહેરોમાં આ આંક 42 ટકા જેટલો છે. આ રિપોર્ટ 2017-18ના નેશનલ સેમ્પલ સરવે પર આધારિત છે. જે અનુસાર અત્યંત ગરીબ પરિવાર સ્માર્ટફોન કે કોમ્પ્યૂટરનો ખર્ચ ઉપાડી શકતું નથી. આ અંગે દિલ્હી યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગની પ્રમુખ ડૉ. રજની પાલરીવાલાએ કહ્યું,‘કોવિડ-19 મહામારીને કારણે સ્કૂલો બંધ થવાની અસર માત્ર શિક્ષણ સુધી મર્યાદિત નથી. તેની ઘણી અસર છે. કેરળમાં વિદ્યાર્થીનીનું મોત, નેટવર્ક મેળવવા જુકેલી છત પર બેસી ભણતી સગીરા અથવા 3 બાળકો દ્વારા ઓનલાઈન ક્લાસમાં ભણવા માટે માતા-પિતાનું ફોન મેળવવા અંગે વારાફરતી રાહ જોવી ચિંતાજનક ઉદાહરણ છે. જો વધુ સંસ્થાઓ ડિજિટલ અસમાનતાને દૂર કરવા માટે લાંબા કે ટૂંકાગાળા માટે કોઈ પ્રયાસ કરે છે પરંતુ એક અભૂતપૂર્વ સામાજીક હોનારતથી બચી શકાય છે.’ 


નબળા વર્ગ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી
એક અન્ય પ્રોફેસરે કહ્યું કે, આ સારી વાત છે કે શિક્ષણ અટકે નહીં તે માટે ઓનલાઈન ક્લાસનો પ્રારંભ કરવામાં આવ્યો. પરંતુ તેનાથી એ લોકોને અસર થશે જેમની પાસે ડિજિટલ સંશાધનો નથી. ખાસ કરીને નબળા વર્ગ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓ ડિજિટલ અસમાનતા તરફ જોવા મળશે. વહેલા કે મોડા તેઓ આ રેસમાં પાછળ રહી જશે. ઈન્ફોસિસના અધ્યક્ષ નંદન નિલકેણીએ પણ ઓનલાઈન ક્લાસ તરફ આગળ વધવાને ટૂંકાગાળાનો ગ્રાફ ગણાવ્યો હતો.


દેશમાં 35 કરોડ સ્ટુડન્ટ, પરંતુ કેટલા પાસે ઈન્ટરનેટ તેની માહિતી નથી
દેશમાં 35 કરોડથી વધુ વિદ્યાર્થીઓ છે, પરંતુ એ સ્પષ્ટ નથી કે કેટલા પાસે ઈન્ટરનેટ ઉપલબ્ધ છે. ઓડિટ અને માર્કેટિંગ એજન્સી કેપીએમજી તથા ગૂગલની રિપોર્ટ અનુસાર, ઉચ્ચ શિક્ષણમાં અંદાજે 4 કરોડ વિદ્યાર્થી છે. દેશના પ્રમુખ શિક્ષણ બોર્ડ સીબીએસઈની 2019ની પરિક્ષા માચે 10 અને 12માં ધોરણના 31 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. 

adv

Related News

post
post
post
post
post
post
post